આઇસીસીનો આ નિયમ દ્વીપક્ષીય સીરીઝ, આઇસીસી ટૂર્નામેન્ટ્સ અને અંડર-19 ક્રિકેટમાં પણ લાગુ પડશે. મહિલા ખેલાડીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે. આ પહેલા કોઇપણ ક્રિકેટરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની ઉંમર પર કોઇ રોક નહતી.
સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનારા ખેલાડી.....
પુરુષ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડી કુવૈતનો મીત ભાવસાર છે. મીત ભાવસારે 14 વર્ષ 211 દિવસની ઉંમરમાં માલદીવ સામે પોતાની ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. આ પછી પાકિસ્તાનના હસન રજાના નામે સૌથી નાની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરવાન રેકોર્ડ છે, તેને 14 વર્ષ 227 દિવસની ઉંમરમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનુ ડેબ્યૂ કર્યુ હતુ.
જો ભારતની વાત કરીએ તો સૌથી પહેલા સચિન તેંદુલકરનુ નામ આવે છે, 24 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ, અને ભારત તરફથી સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કરનારો ક્રિકેટર બની ગયો હતો.