Rohit Sharma Record: રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં ફટકારી 5મી સદી, આ કારનામું કરનારો બન્યો પ્રથમ બેટ્સમેન

IND vs AFG: રોહિત શર્માએ 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 તોતિંગ છગ્ગાની મદદથી શાનદાર 121 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો.

Continues below advertisement

Rohit Sharma Record: ભારત અને પ્રવાસી અફઘાનિસ્તાન વચ્ચે સીરિઝની અંતિમ અને ત્રીજી ટી20 બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 તોતિંગ છગ્ગાની મદદથી શાનદાર 121 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. રિંકુ સિંહ પણ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 69 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

Continues below advertisement

T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી

સદી ફટકારવાની સાથે જ રોહિત શર્માએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. રોહિતની ટી20 ઈન્ટરનેશલમાં આ 5મી સદી હતી.

  • 5 રોહિત શર્મા, ભારત
  • 4 સૂર્યકુમાર યાદવ, ભારત
  • 4 ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા

T20I માં ભારત માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 126* શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023
  • 123* રૂતુરાજ ગાયકવાડ વિ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી 2023
  • 122* વિરાટ કોહલી વિ અફઘાનિસ્તાન, દુબઈ 2022
  • 121* રોહિત શર્મા વિ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની ટીમ પણ ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે.

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને આવેશ ખાન.

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહેમદ મલિક.

ભારતે અફઘાનિસ્તાન સામે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

ત્રીજી ટી20માં રોહિત શર્મા એમ્પાયરથી થયો નારાજ, કહી આ વાત, જુઓ વીડિયો

Continues below advertisement
Sponsored Links by Taboola