Team India: ભારતમાં હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ જોરશોરથી ચાલી રહી છે. IPL 2026 ની ફાઇનલ મેચ 31 મે ના રોજ રમાશે. આ પછી ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ જૂનમાં ટેસ્ટ અને ODI શ્રેણી રમશે જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયા જૂનમાં અફઘાનિસ્તાનની ટીમની મેજબાની  કરશે. બંને ટીમો એક ટેસ્ટ મેચ અને ત્રણ મેચની ODI શ્રેણી રમશે. પરિણામે, પુરુષોની પસંદગી સમિતિની 19 મે ના રોજ ગુવાહાટીમાં બેઠક થઈ હતી, જેમાં ભારતીય ટીમને ટેસ્ટ અને ODI બંને મેચ માટે પસંદ કરવામાં આવી હતી. એકમાત્ર ટેસ્ટ 6 જૂને મુલ્લાનપુરમાં શરૂ થશે જેના માટે 14 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

Continues below advertisement

નોંધનીય છે કે 2018 પછી આ અફઘાનિસ્તાનનો ભારત સામેનો પ્રથમ ટેસ્ટ મેચ હશે. 2018 માં અફઘાનિસ્તાને બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત સત્તાવાર રીતે ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. ભારતે તે મેચ એક ઇનિંગ અને 262 રનથી જીતી હતી.

Continues below advertisement

વિરાટ અને રોહિત શર્માએ સ્થાન જાળવી રાખ્યું

અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે 15  ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં વિરાટ અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ભારતની વનડે ટીમમાંથી ઋષભ પંતને બહાર કરવામાં આવ્યો છે. દરમિયાન, કેએલ રાહુલને ટેસ્ટ ટીમનો ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. પંત અગાઉ ટેસ્ટ ઉપ-કપ્તાન હતો. જોકે, પંત ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો. સ્ટાર બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર અવગણવામાં આવ્યો હતો. અજિત અગરકરે સ્પષ્ટપણે કહ્યું છે કે પસંદગી સમિતિએ મોહમ્મદ શમીના નામની ચર્ચા પણ કરી નથી.

બુમરાહને આરામ આપવામાં આવ્યો

ભારતના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેના વર્કલોડને મેનેજ કરવા માટે અફઘાનિસ્તાન સામેની આખી શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. બંને ટીમોમાં માનવ સુથાર, હર્ષ દુબે, ગુરનુર બ્રાર અને પ્રિન્સ યાદવ સહિત ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. માનવ સુથારને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દરમિયાન, ગુરનુર બ્રાર અને હર્ષ દુબે બંને ટીમોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. પ્રિન્સ યાદવને પહેલીવાર વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ 

જૂન 6: પ્રથમ ટેસ્ટ, ન્યૂ ચંદીગઢ (AM 9:30)જૂન 14: પ્રથમ ODI, ધર્મશાલા (1:30 PM)જૂન 17: બીજી ODI, લખનૌ (1:30 PM)જૂન 20: ત્રીજી ODI, ચેન્નાઈ (PM 1:30)

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિક્કલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, માનવ સુથાર, ગુરનુર બરાડ, હર્ષ દુબે,  ધ્રુવ જુરેલ.

આ પણ વાંચો- IPL 2026 Playoff race: CSK, PBKSથી લઈને KKR સુધી, પ્લેઓફમાં એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે જંગ?

અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનુર બરાડ, હર્ષ દુબે.