IND vs AUS, Test Series : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ચાર મેચની ટેસ્ટ શ્રેણી તેમજ ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતના પ્રવાસે આવી છે. બંને ટીમો વચ્ચે 42 દિવસમાં 7 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી દરમિયાન સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની આશા રાખી રહી છે. ટીમ ઈન્ડિયા હાલ વિશ્વમાં બીજા ક્રમે છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરી ગુરુવારથી નાગપુરમાં શરૂ થશે.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચ અનુક્રમે નાગપુર, ધર્મશાલા, દિલ્હી અને અમદાવાદમાં રમાશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં રમાશે


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાશે.


કેટલા વાગે થશે ટોસ?  


ટૉસ સવારે 9:00 વાગ્યે થશે. મેચ 9.30 કલાકથી શરૂ થશે.


કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ થશે


ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. Disney + Hotstar એપ દ્વારા ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.


પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ (ભારત ટેસ્ટ ટીમ)


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ




ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે



  • 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.

  • 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.


આ પણ વાંચોઃ


IND vs AUS: નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાએ કર્યું પીચનું નિરીક્ષણ, શેર કરી આ ખાસ તસવીર