India vs Australia R Ashwin Record Nagpur Test: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે આજે (9 ફેબ્રુઆરી) થી શરૂ થઇ ચૂકી છે. આજે બન્ને ટીમો નાગપુરના મેદાનમાં આમને સામને છે. પરંતુ આજની નાગપુર ટેસ્ટમાં (Nagpur Test) ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિનની (R Ashwin) પાસે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવાનો મોટો મોકો છે. તે સૌથી ઝડપથી 450 વિકેટો લેનારો બીજો બૉલર બની શકે છે. અહીં પહેલા નંબરપર લીજેન્ડ સ્પિનર મુથૈયા મુરલીધરનનું નામ આવે છે.
શ્રીલંકાના મુથૈયા મુરલીધરને માત્ર 80 ટેસ્ટમાં જ 450 વિકેટોના આંકડાને પાર કરી લીધો હતો. વળી, આર અશ્વિન અત્યાર સુધી 88 ટેસ્ટ મેચોમાં 449 વિકેટો લઇ ચૂક્યો છે. નાગપુર ટેસ્ટમાં એક વિકેટ લેતાની સાથે જ તે 9મો એવો બૉલર બની જશે જેના નામે ટેસ્ટમાં 450+ વિકેટો નોંધાઇ છે.
આવો છે આર અશ્વિનનો ટેસ્ટમાં બૉલિંગ રેકોર્ડ -
આર અશ્વિને પોતાની ટેસ્ટ ડેબ્યૂ નવેમ્બર 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કર્યુ હતું. છેલ્લા 11 વર્ષમાં તે ટીમ ઇન્ડિયાનો મુખ્ય બૉલર રહ્યો છે. તેને 88 ટેસ્ટ મેચોમાં 24.30 ની લાજવાબ એવરેજથી 449 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેને 10 ટેસ્ટ મેચોમાં 7 વાર 10 કે 10 થી તેનાથી વધુ વિકેટો ઝડપી છે.
ઉલ્લેખનીય છે કે, આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટો લેનારો બૉલર પણ છે. અહીં પહેલા નંબર પર અનિલ કુમ્બલે (619) નું નામ છે.
બેટિંગમાં પણ દમખમ બતાવી ચૂક્યો છે આર અશ્વિન -
ટેસ્ટ ક્રિકેટમાં આર અશ્વિન કેટલીય વાર બેટથી કમાલ કરી ચૂક્યો છે. તે અત્યાર સુધી ટેસ્ટમાં 5 સદી અને 13 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. તેની બેટિંગ એવરેજ 27.41ની રહી છે. તેને 88 મેચોની 126 ઇનિંગોમાં 3000 થી વધુ રન બનાવ્યા છે.
ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે
- 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.
- 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.