IND vs AUS 2nd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જીત હાંસલ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં 10 વિકેટથી જીત મેળવીને સીરીઝીમાં શાનદાર વાપસી કરી છે, આ સાથે જ ત્રણ મેચોની વનડે સીરીઝ હવે 1-1થી બરાબરી પર આવી ગઇ છે. મુંબઇ વનડેમાં ભારતની જીત થઇ હતી, તો વિશાખાપટ્ટનમ વનડેમાં કાંગારુઓ વળતો પ્રહાર કરતો ભારતને ધરાશાયી કરી દીધુ હતુ, અને બીજી વનડે શાનદાર રીતે જીતી લીધી હતી. 


ઓસ્ટ્રેલિયાને મળ્યો હતો 118 રનોનો ટાર્ગેટ - 
બીજી વનડેમાં ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતેરલી ભારતીય ટીમની ખરાબ બેટિંગ જોવા મળી હતી, આ બીજી વનડેમાં ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરની વનડેમાં માત્ર 26 ઓવર રમીને 117 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, અને કાંગારુ ટીમને માત્ર 118 રનોનો નજીવો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટને કાંગારુ ટીમે આક્રમક બેટિંગ કરતા માત્ર 11 ઓવરમાં જ પાર હાંસલ કરી લીધો હતો. કાંગારુ ટીમે 11 ઓવર રમીને વિના વિકેટે 121 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સીરીઝમાં હવે બન્ને ટીમો બરાબરી પર આવી ગઇ છે.


ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની શાનદાર 100 રનની પાર્ટનરશીપ
ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમોએ શાનદાર બેટિંગ કરી હતી, બન્ને બેટ્સમેનોએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી, અને બન્ને વચ્ચે શાનદાર શતકીય ભાગીદારી થઇ હતી. 118 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે 30 બૉલમાં 10 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બૉલમાં આક્રમક બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં શાનદાર 10 વિકેટથી જીત હાંસલ કરી હતી.


ઓસ્ટ્રેલિયન બૉલરોની ધારદાર બૉલિંગ -
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં તરખાટ મચાવી દીધો હતો. કાંગારુ બૉલરોમાં મિશેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆત ઝટકા આપીને ટીમ ઇન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી હતી. સ્ટાર્કે પોતાના શાનદાર સ્પેલમાં 8 ઓવર નાંખી હતી, જેમાં 53 રન આપીને 1 મેડન સાથે 5 મહત્વની વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત અન્ય બૉલરોએ પણ ભારતીય બેટ્સમેનોનો જકડી રાખ્યા હતા. સીન એબૉટ 3 અને નાથન એલિસ 3 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા. 


ભારતની નબળી બેટિંગ
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાન્ય સ્કૉર નોંધાવ્યો છે. ભારતીય ટીમ માત્ર 26 ઓવરની રમત દરમિયાન 117 રન બનાવી શકી હતી. આ દરમિયાન ભારતીય ઇનિંગમાં સૌથી વધુ રન વિરાટ કોહલી 31 રન અને અક્ષર પટેલ 29 રનની ઇનિંગ રમી શક્યા હતા. આ ઉપરાંત કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યા ન હતા. રવિન્દ્ર જાડેજા 16 રન અને રોહિત શર્મા 13 રન બનાવીને રમી રહ્યાં હતા, પરંતુ તે મોટો સ્કૉર ન હતા કરી શક્યા. ખાસ વાત છે કે વનડેમા ઘરેલુ મેદાન પર ભારતીય ટીમનો આ સૌથી નિમ્ન સ્કૉર છે. 


ત્રીજી મેચ - 22 માર્ચ, બુધવાર, ચેન્નઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે સીરીઝની ત્રીજી વનડે મેચ, ફાઇનલ મેચ 22 માર્ચ 2023ના બુધવારના દિવસે ચેન્નાઇમાં રમાશે. 


વનડે સીરીઝ માટેની ભારતની ફૂલ સ્ક્વૉડ
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.


વનડે સીરીઝ માટેની ઓસ્ટ્રેલિયાની ફૂલ સ્ક્વૉડ
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.