India vs Australia 2nd T20I Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ રવિવારે થિરુવનંતપુરમમાં રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ ટી20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી.

  


ભારતીય ટીમે વિશાખાપટ્ટનામાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ એક બોલ બાકી રહેતા બે વિકેટથી જીતી લીધી હતી. મેથ્યુ વેડની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ રવિવારે પોતાની લીડ બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે જ્યારે કાંગારૂ ટીમ શ્રેણી 1-1થી બરાબર કરવા માંગશે.


ODI વર્લ્ડ કપ 2023 ની લાઈવ મેચ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળી હતી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયાના ચાહકો T-20 શ્રેણી ક્યાં અને કેવી રીતે જોઈ શકે છે.તમને સંપૂર્ણ લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ વિશે જણાવીએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ 26 નવેમ્બરે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, થિરુવનંતપુરમ ખાતે રમાશે.


તમે સ્પોર્ટ્સ 18 ચેનલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. તમે Jio સિનેમા એપ પર ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની પાંચ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. 


વોશિંગ્ટન સુંદર અને અવેશ ખાનને તક મળવાની આશા છે


રવિ બિશ્નોઈને નંબર-8 પર તક આપવામાં આવી હતી, જેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં આશા છે કે ટીમ ઈન્ડિયા તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે, જે જમણા હાથની સ્પિન બોલિંગની સાથે નંબર-8 પર સારી બેટિંગ કરવાનો વિકલ્પ પણ આપે છે.


આ સિવાય ત્રણ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણાને રમવાની તક મળી. તેમાંથી કૃષ્ણા સૌથી મોંઘા સાબિત થયા, આથી તેના સ્થાને અવેશ ખાનને તક મળવાની આશા છે. મુકેશ કુમારે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો હતો, તેથી તેને પડતો મૂકી શકાય તેમ નથી અને અર્શદીપ સિંહના રૂપમાં ટીમ ઈન્ડિયા પાસે એકમાત્ર ડાબોડી ફાસ્ટ બોલર છે, તેથી તેને બીજી મેચમાં પણ તક આપવામાં આવી શકે છે.