IND vs AUS 4th T20I:  ટીમ ઇન્ડિયાએ રાયપુર T20માં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવીને પાંચ મેચની T20 શ્રેણી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 154 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે રિંકુ સિંહ અને જીતેશ શર્માએ બેટિંગમાં પોતાની તાકાત બતાવી હતી. આ સાથે જ અક્ષર પટેલની સ્પિન બોલિંગમાં તબાહી મચાવી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે હવે આ T20 સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.


 






રિંકુ અને જીતેશની જોરદાર ઇનિંગ્સ
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે મોકલ્યું હતું. અહીં ભારતીય ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 50 રન જોડ્યા હતા. યશસ્વી (37) રને આઉટ થઈ ગયો હતો અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ શ્રેયસ અય્યર (8) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1)ની વિકેટ પણ ઝડપથી ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 63 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ઋતુરાજ ગાયકવાડે રિંકુ સિંહ સાથે ઈનિંગ સંભાળી હતી. ગાયકવાડ પણ 32 રન બનાવીને આઉટ થયો ત્યારે રિંકુ સિંહ અને જીતેશ શર્માએ ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંનેએ 32 બોલમાં 56 રનની ઝડપી ભાગીદારી કરી હતી.


ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોનું તોફાન
જ્યારે રિંકુ અને જીતેશ ક્રિઝ પર હતા ત્યારે લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આજે ફરી એકવાર 200નો સ્કોર પાર કરશે. પરંતુ અહીં જીતેશ 19 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. આ ભાગીદારી તૂટ્યા બાદ ઓસ્ટ્રેલિયાના બોલરોનું તોફાન આવ્યું અને છેલ્લી 5 વિકેટ માત્ર 7 રનમાં જ પડી ગઈ. અક્ષર પટેલ (0), રિંકુ સિંહ (46), દીપક ચહર (0) અને રવિ બિશ્નોઈ (1) પેવેલિયનમાં પાછા ફર્યા. આ રીતે ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 174 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બેન દ્વારશુઈસે 4 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. બેહરનડોર્ફ અને તનવીર સંઘાને પણ 2-2 વિકેટ મળી હતી. એરોન હાર્ડીએ પણ એક વિકેટ લીધી હતી. 


ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન



જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (wk/c), બેન ડવારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સાંઘા




ભારતની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દીપક ચહર, આવેશ ખાન, મુકેશ કુમાર.