Australia Squad Second Test Border Gavaskar Trophy 2024: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024માં ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. હવે ઓસ્ટ્રેલિયાએ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનારી બીજી ટેસ્ટ માટે તેની ટીમની જાહેરાત કરી છે. બીજી ટેસ્ટમાં ભારતને હરાવવા માટે અને ડે-નાઇટ ટેસ્ટમાં જીત મેળવવા માટે ઓસ્ટ્રેલિન ટીમે ખાસ પ્લાન બનાવ્યો છે. 

Continues below advertisement

ટીમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે ઓલરાઉન્ડર મિશેલ માર્શ આ દિવસોમાં ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. તેના સ્થાને બ્યૂ વેબસ્ટરને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તેના સિવાય કાંગારૂ ટીમે તે તમામ ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેઓ પર્થ ટેસ્ટમાં રમતા જોવા મળ્યા હતા.

પર્થ ટેસ્ટમાં ભારતની 295 રને મોટી જીત બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે મિચેલ માર્શ ઈંગ્લેન્ડ પ્રવાસથી ફિટનેસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. અત્યાર સુધી કંઈ સ્પષ્ટ નહોતું, પરંતુ હવે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી છે કે મુખ્ય ખેલાડી બ્યૂ વેબસ્ટર એડિલેડમાં રમાનારી પિંક-બૉલ ટેસ્ટમાં તેની જગ્યાએ આવશે. તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં વેબસ્ટરના આંકડા ઉત્તમ હતા. તેણે 93 ફર્સ્ટ ક્લાસ મેચમાં 5,297 રન બનાવવા ઉપરાંત 148 વિકેટ પણ લીધી છે.

Continues below advertisement

બ્લૂ વેબસ્ટર કહેર વર્તાવશે નવેમ્બરની શરૂઆતમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બે મેચ રમાઈ હતી. તે બે મેચોની ચાર ઇનિંગ્સમાં વેબસ્ટરે 145 રન બનાવ્યા હતા જેમાં એક ફિફ્ટી પણ હતી અને 7 વિકેટ પણ લીધી હતી. મિશેલ માર્શે પ્રથમ ટેસ્ટ રમી હોવાથી, વેબસ્ટરને તેના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં પણ તક મળી શકે છે.

પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ માત્ર 150 રન પર જ સમેટાઈ ગયો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ જોરદાર બૉલિંગના આધારે મેચમાં વાપસી કરી અને અંતે 295 રનના જંગી અંતરથી જીત મેળવી. તે મુકાબલામાં જસપ્રીત બુમરાહે ભારત માટે બંને દાવમાં કુલ 8 વિકેટ લીધી હતી, જ્યારે વિરાટ કોહલી અને યશસ્વી જાયસ્વાલે સદી ફટકારી હતી.

આ પણ વાંચો

ચેમ્પિયન્સ ટ્રૉફીનું કોકડું ગૂંચવાયું, ભારતનો હાથ ઉપર રહેતા ICC સામે હવે આ 3 ઓપ્શન ?