Rohit Sharma Scolds Yashasvi Jaiswal: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સ્ટમ્પ માઈકમાં કેદ થયેલી વસ્તુઓને લઈને ચર્ચામાં રહે છે. હવે બૉક્સિંગ ડે ટેસ્ટમાં આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં રોહિત યશસ્વી જાયસ્વાલને કહેતો જોવા મળે છે કે તે અહીં 'ગલી ક્રિકેટ' રમવા નથી આવ્યો. આ ઘટના એવા સમયે બની જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ મોટી ભાગીદારી તરફ આગળ વધી રહી હતી અને વિકેટ લેવા માટે તેઓ સતત ફિલ્ડિંગ બદલી રહ્યા હતા.


યશસ્વી જાયસ્વાલ સિલી પૉઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તેણે પોતાના રક્ષણ માટે હેલ્મેટ પણ પહેર્યું હતું. આ દરમિયાન રવિન્દ્ર જાડેજા બૉલિંગ કરવા આવ્યો, જેનો એક બૉલ સ્ટીવ સ્મિથે ફટકાર્યો અને મિડ-ઓફ તરફ ગયો. પછી જાયસ્વાલ પોતાનો બચાવ કરવા માટે હવામાં ઉછળ્યો, પરંતુ કેપ્ટન રોહિત શર્માને તેની એક્ટિંગ પસંદ ના આવી, "અરે જસ્સુ, શું તું સ્ટ્રીટ ક્રિકેટ રમી રહ્યો છે ? નીચે બેસીને રે, જ્યાં સુધી રમે નહીં ત્યાં સુધી ઉઠવાનું નઇ, નીચે બેસીને રે." આ ઘટના પર વિકેટકીપર ઋષભ પંત પણ હસવાનું રોકી શક્યો નહીં.






મજબૂત સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા 
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ અત્યાર સુધી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024 માટે બેટ્સમેનોની તરફેણમાં રહી છે. 19 વર્ષીય સેમ કૉન્સ્ટાસે પોતાની ડેબ્યૂ મેચમાં 60 રનની ઇનિંગ રમીને ભારતીય બૉલિંગની લાઇન લેન્થ કર્યો હતો. તેની ધમાકેદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ પહેલા સેશનમાં જ 112 રન બનાવ્યા હતા. બૉક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ સત્રમાં બનેલો આ સર્વોચ્ચ સ્કૉર પણ છે. કૉન્સ્ટન્સ ઉપરાંત માર્નસ લાબુશેન (72 રન), ઉસ્માન ખ્વાજા (57 રન) અને તેની સાથે સ્ટીવ સ્મિથે પણ અર્ધસદી ફટકારી છે. તમને યાદ અપાવી દઈએ કે સ્મિથે બ્રિસબેન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 101 રનની ઈનિંગ રમીને સારા ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા.


ભારત પ્લેઇંગ-11


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.


ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11


પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.


આ પણ વાંચો


IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ