ICC World Cup 2023 Final: ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયન બોલરો સામે સંપૂર્ણ રીતે શરણાગતિ સ્વિકરતા જોવા મળ્યા હતા. ઓપનર શુભમન ગિલના રૂપમાં પ્રથમ વિકેટ પડ્યા બાદ ટૂંકા અંતરાલ બાદ વિકેટો પડતી રહી અને ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ઓલઆઉટ થઈ ગઈ. આ સમગ્ર વિશ્વ કપમાં ભારતીય બેટ્સમેનોના પ્રદર્શનને ધ્યાનમાં લઈએ તો રવિવાર (19 નવેમ્બર 2023)નું પ્રદર્શન નિરાશાજનક હતું.


 






ફાઈનલ મેચમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન કેટલું નિરાશાજનક હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 11 થી 40 ઓવર વચ્ચે 30 ઓવરમાં માત્ર બે બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. પ્રશંસકોએ વર્લ્ડ કપ મેચમાં આ પ્રકારની બેટિંગની અપેક્ષા નહોતી રાખી. આ પાસામાં ભારતીય બેટ્સમેનોની બાઉન્ડ્રીની સંખ્યા સૌથી ઓછી છે. આ આંકડો ખૂબ જ આશ્ચર્યજનક છે. ભારતીય બેટ્સમેનની ધીમી બેટિંગને લઈને ચાહકો નિરાશ થયા હતા. 


ભારતે ઓસ્ટ્રેલિયાને 241 રનનો પડકાર આપ્યો હતો


બેટ્સમેનોના ફ્લોપ શો બાદ હવે આ વર્લ્ડ કપ જીતવાની જવાબદારી ભારતના બોલરો પર રહેશે. કારણ કે ભારતે 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 241 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. જો ઓસ્ટ્રિયાને ભારતીય ટીમની જેમ બેટિંગ કરવી એટલી જ મુશ્કેલ લાગે છે તો આ મેચ રસપ્રદ બની શકે છે. આ માટે મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. આ ઉપરાંત સ્પિનરોમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ પોતાની સ્પિનથી કરામત દેખાડવી પડશે.


આખી ટીમ 240 રનમાં આઉટ થઈ ગઈ


આ ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્મા પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો અને 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલે મહત્વની ઇનિંગ્સ રમી અને અડધી સદી ફટકારી. ટોસ હારીને બેટિંગ કરવા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી પરંતુ કેટલાક અંતરાલ બાદ વિકેટો પડતી રહી અને પરિણામે આખી ટીમ 240 રનમાં આઉટ થઈ ગઈ હતી.