Cameron Green Run Out:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ઓસ્ટ્રેલિયન ઈનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કેમરન ગ્રીન જે રીતે રન આઉટ થયો તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો...


વાસ્તવમાં, વિકેટકીપર કેએલ રાહુલ બોલર મોહમ્મદ શમીના બોલને પકડી ન શક્યો. જે બાદ બોલ વિકેટકીપરની પાછળ જતો રહ્યો. આ દરમિયાન બેટ્સમેનો રન માટે દોડ્યા હતા. પ્રથમ રન પૂરો કર્યો, પરંતુ તે પછી બંને બેટ્સમેનો લગભગ એક જ છેડે આવી ગયા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે બોલને સ્ટમ્પ પર થ્રો કર્યો અને આ રીતે કેમેરોન ગ્રીનને રનઆઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.


 






અત્યાર સુધીની મેચમાં શું થયું...


ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને 52 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નરે સૌથી વધુ રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 53 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 51 રન આપીને 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય જસપ્રિત બુમરાહ, રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી છે.



ભારતની પ્લેઇંગ-11


કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.


ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11


પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઈંગ્લીસ(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ અને એડમ ઝામ્પા.