IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) ની ટીમો બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ બાદ હવે વનડે સીરીઝમાં ટકરાવવા માટે તૈયાર છે. 17 માર્ચથી બન્ને ટીમો વચ્ચે વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. પહેલી મેચમાં બન્ને ટીમોમાં મોટો ફેરફાર કેપ્ટનોને લઇને થયો છે. રોહિત શર્મા પહેલી વનડેમાં નહીં રમે, આવામાં ભારતીય ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા (Hardik Pandya) કરશે. વળી, ઓસ્ટ્રેલિયાના રેગ્યૂલર કેપ્ટન પેટ કમિન્સ આ આખી સીરીઝમાંથી બહાર થઇ ચૂક્યો છે. આવામાં કાંગારુ ટીમની કેપ્ટનશીપ સ્ટીવ સ્મિથ (Steven Smith)ના હાથોમાં રહેશે. 


આ પહેલીવાર હશે જ્યારે હાર્દિક પંડ્યા ભારતીય વનડે ટીમની કેપ્ટનશીપ કરશે. અત્યાર સુધી તને ભારત માટે 11 ટી20 ઇન્ટરનેશનલમાં કેપ્ટનશીપ કરી છે, વળી, સ્ટીવ સ્મિથ 5 વર્ષ બાદ વનડે મેચોમાં કેપ્ટન તરીકે દેખાશે. તે 2014 થી 2018 ની વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમનો રેગ્યૂલર કેપ્ટન રહી ચૂક્યો છે. 


ક્યારે અને ક્યાંથો જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ 17 માર્ચે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પરથી કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે. 


કેવી છે બન્ને ટીમોની સ્કવૉડ ?


ભારતીય ટીમ - 
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.


ઓસ્ટ્રેલિયન ટીમ - 
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.


 


ટેસ્ટ સીરિઝ બાદ હવે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા હરાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ ? 


આ શ્રેણી 17 માર્ચથી શરૂ થશે


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી રમાનારી ત્રણ વનડે મેચોની શરૂઆત થશે. શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વનડે શ્રેણીની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. અને ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી તમામ ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી તમામ ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 143 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 80 મેચ જીતી છે અને ભારતે 53 મેચ જીતી છે. જ્યારે 10 ODI મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.