Sachin Tendulkar On Suryakumar Yadav: શું સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે? આ પ્રશ્ન પર ક્રિકેટ નિષ્ણાતો સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા. હવે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે સૂર્યકુમાર યાદવના ટેસ્ટ ડેબ્યૂ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં, સચિન તેંડુલકરે કહ્યું હતું કે સૂર્યકુમાર યાદવ ટેસ્ટમાં રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટી-20 ફોર્મેટ સિવાય સૂર્યકુમાર યાદવે મુંબઈ માટે અન્ય ફોર્મેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.






'સૂર્યકુમાર યાદવ ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર'


સચિન તેંડુલકરનું માનવું છે કે શુભમન ગિલ સાથે ઓપનિંગ માટે કેએલ રાહુલ વધુ સારો વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે સૂર્યકુમાર યાદવને રમતો જોનારા દરેક વ્યક્તિ આ ખેલાડીની કુશળતાના પ્રેમમાં પડી ગયા છે. જોકે, તેમણે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ અલગ છે, પરંતુ હું માનું છું કે સૂર્યકુમાર યાદવ આ ફોર્મેટ માટે તૈયાર છે. માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે શુભમન ગિલ સિવાય કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ટેસ્ટ ફોર્મેટ રમવા માટે તૈયાર છે.


'હું વિરાટ અને સૂર્યકુમાર બંનેને જોવા માંગુ છું'


આ સિવાય વિરાટ કોહલીએ આ વર્ષે જે રીતે બેટિંગ કરી છે તેનાથી સચિન તેંડુલકર ઘણો ખુશ છે. તેમણે કહ્યું કે વિરાટ કોહલીએ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં શાનદાર રમત રમી હતી. છેલ્લા કેટલાક મહિનામાં આ ખેલાડીએ સારુ પ્રદર્શન કર્યું છે તે પ્રશંસનીય છે. જો કે તેમણે કહ્યું હતું કે હું ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બંનેની બેટિંગ જોવા માંગુ છું. મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ શ્રેણી નાગપુર ટેસ્ટથી શરૂ થઇ હતી.


ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે આજથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થઇ છે. આજે પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આ સીરીઝની પહેલી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં ભારતના સ્ટાર બેટ્સમેને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે સૂર્યકુમાર મેદાનમાં ટેસ્ટ જર્સીમાં દેખાશે. આ તેની ડેબ્યૂ ટેસ્ટ મેચ છે. ટૉસ પહેલા તે તેને ટેસ્ટ કેપ પહેરાવવામાં આવી હતી. 


ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કૉચ રહેલા રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવને ટેસ્ટ કેપ પહેરાવી હતી, આ દરમિયાન સૂર્યકુમારના એક્સપ્રેશન્સ જોવા લાયક હતા, સૂર્યકુમારની સાથે જ વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે પણ પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે. તેને પણ નાગપુર ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી છે.


કેવો રહ્યો અત્યારે સુધીનો સૂર્યકુમારનો સફર - 
સૂર્યકુમાર યાદવે વર્ષ 2010માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, તે વર્ષે તેને મુંબઇ માટે ટી20, લિસ્ટ-એ અને ફર્સ્ટ ક્લાસ મેચોમાં ડેબ્યૂ કર્યુ હતુ. ઘરેલુ ક્રિકેટમાં લાજવાબ પ્રદર્શનનુ પરિણામ એ આવ્યુ કે, સૂર્યકુમારને IPL માં એન્ટ્રી મળી ગઇ. વર્ષ 2012માં તો તેને માત્ર એક IPL મેચ રમવાનો મોકો મળ્યો પરંતુ આ પછી તે પોતાની ફ્રેન્ચાઇઝીનો રેગ્યૂલર ખેલાડી બની ગયો. છેલ્લી કેટલીક સિઝનથી તે મુંબઇ ઇન્ડિયન્સ માટે લીડ પ્લેયર બનેલો છે.