KL Rahul Injury: બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે વધુ એક માઠા સમાચાર, પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો કેએલ રાહુલ

KL Rahul: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારથી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાશે. રાહુલ આ મેચ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો.

Continues below advertisement

IND vs BAN, 2nd Test:  ભારતની ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન કેએલ રાહુલ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. બેટિંગ કોચ વિક્રમ રાઠોડે તેના વિશે અપડેટ આપ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલને પ્રથમ ટેસ્ટ મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે તે ઘાયલ છે. તેથી બીજી ટેસ્ટ મેચ રમવા અંગે શંકા છે. જો કે વિક્રમ રાઠોડના કહેવા પ્રમાણે રાહુલની ઈજા બહુ ગંભીર નથી. તેને હાથ સાથે થોડી સમસ્યા છે.

Continues below advertisement

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારથી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાશે. રાહુલ આ મેચ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો. ક્રિકઇન્ફો પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, રાહુલને પ્રેક્ટિસ દરમિયાન હાથ પર ઈજા થઈ હતી. જોકે, બેટિંગ કોચ વિક્રમ રાઠોડે આશા વ્યક્ત કરી છે કે રાહુલની ઈજા વધારે ગંભીર નહીં હોય. તેણે કહ્યું, “તે બહુ ગંભીર બાબત નથી લાગતી. તેઓ સરસ લાગે છે. આશા છે કે તેઓ ઠીક છે. તબીબો આ મામલે તપાસ કરી રહ્યા છે. પરંતુ આશા છે કે બધું સારું થશે.

બેટિંગ કોચ રાઠોડ પ્રેક્ટિસ દરમિયાન કેએલ રાહુલને થ્રોડાઉન આપી રહ્યા હતા. નેટ્સ સેશનના અંતે રાહુલને હાથમાં ફટકો લાગ્યો અને તે ઘાયલ થયો. ત્યારબાદ રાહુલ ઈજાના સ્થળે હાથ ઘસતો જોવા મળ્યો હતો. દરમિયાન તબીબોએ તેની તપાસ કરી હતી. રોહિતની ગેરહાજરીમાં રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ઈજાના કારણે બહાર જઈ રહ્યો છે. હવે રોહિત બીજી ટેસ્ટમાંથી પણ બહાર છે અને રાહુલના રમવા પર શંકા છે.

બીજી ટેસ્ટ મેચ પહેલા નિયમિત કેપ્ટન રોહિત શર્મા, નવદીપ સૈની થયા બહાર

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા રમશે નહીં. બીસીસીઆઇએ આ અંગે પુષ્ટી કરી હતી. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા  ડાબા અંગૂઠાની ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. નવદીપ સૈની પણ ઇજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. 

ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. રોહિત ટીમમાં સામેલ થવાની આશા હતી પરંતુ તે ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે.

સૈની ઈજાના કારણે બહાર થયો - 

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર નવદીપ સૈની બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. નવદીપની ઇજા અંગે જાણકારી આપતા બીસીસીઆઇએ કહ્યું હતું કે તેના પેટના સ્નાયુઓ ખેંચાઇ ગયા છે. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તે તેની ઈજાને ઠીક કરવા માટે એનસીએમાં જશે.

પ્રથમ ટેસ્ટ ભારતે જીતી હતી - 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ચટગાંવમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી આ ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે પણ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની જીત સાથે જ ભારતે આ ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે આગામી મેચ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે. જો કે બીજી મેચ પહેલા રોહિત શર્મા અને નવદીપ સૈનીનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

Continues below advertisement
Sponsored Links by Taboola