IND vs BAN 1st Test Indian Playing 11: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી (19 સપ્ટેમ્બર, ગુરુવાર) ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચથી ટીમ ઈન્ડિયા એક મહિનાથી વધુ સમય બાદ મેદાનમાં પરત ફરી રહી છે.
સરફરાઝ ખાનને પ્લેઇંગ ઇલેવનમાં નહી મળે સ્થાન
આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાનને ચેન્નઈ ટેસ્ટમાંથી બહાર બેસવું પડી શકે છે. સરફરાઝની જગ્યાએ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને તક આપવામાં આવી શકે છે. દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે ટીમોની જાહેરાત કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે ચેન્નઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા સરફરાઝ ખાન દુલીપ ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે. અહીંથી એવી અટકળો શરૂ થઈ હતી કે સરફરાઝને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે.
પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે.
જો ટીમ ઈન્ડિયાના સમગ્ર પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા સાથે શાનદાર બેટિંગ કરનાર યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ત્રીજા નંબર પર શુભમન ગિલ રમતો જોવા મળશે વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે. કોહલી બાદ પાંચમા નંબર પર કેએલ રાહુલ મેદાનમાં ઉતરશે. ત્યારબાદ વિસ્ફોટક ઇનિંગ્સ રમનાર પંત છઠ્ઠા નંબર પર જોવા મળી શકે છે. રવિન્દ્ર જાડેજા સાતમા નંબર પર રમવા ઉતરશે.
સ્ટાર સ્પિનર આર અશ્વિન, કુલદીપ યાદવ સ્પિનર્સની જવાબદારી સંભાળશે. જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ અથવા આકાશદીપને તક મળી શકે છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ/મોહમ્મદ સિરાજ.