India vs Bangladesh 1st Test: ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. આ પછી 287 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી દેવામાં આવી હતી. આ દરમિયાન શુભમન ગિલ અને રિષભ પંતે જોરદાર સદી ફટકારી હતી. ગિલ 119 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા કંઈ ખાસ કરી શક્યા નથી. હવે બાંગ્લાદેશે આકરા પડકારનો સામનો કરવો પડશે.


 






ગિલ અને પંતે ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી અને રોહિત બીજા દાવની શરૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રોહિત 5 રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી 10 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ગિલ અને પંતે મામલાની જવાબદારી સંભાળી હતી. આ બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. ગિલે 176 બોલનો સામનો કર્યો અને અણનમ 119 રન બનાવ્યા. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.


રિષભ પંતે શાનદાર સદી ફટકારી 


વિકેટકીપર બેટ્સમેન પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 128 બોલનો સામનો કર્યો અને 109 રન બનાવ્યા. પંતની ઇનિંગ્સમાં 13 ફોર અને 4 સિક્સ સામેલ હતી. કેએલ રાહુલે અણનમ 22 રન બનાવ્યા હતા. તેણે 19 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા.


 






બાંગ્લાદેશ સામે પર્વત જેવું લક્ષ્ય 


બાંગ્લાદેશી બોલરો બીજી ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. જો કે ટીમ તરફથી મેહદી હસન મિરાજે 2 વિકેટ ઝડપી હતી. તેણે 25 ઓવરમાં 103 રન આપ્યા હતા. તસ્કીન અહેમદ અને નાહીદ રાણાએ 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ હવે પહાડ જેવા લક્ષ્યનો સામનો કરશે. ટીમ પ્રથમ દાવમાં 149 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.


આ પણ વાંચો...


ઋષભ પંતની 638 દિવસ બાદ ધમાકેદાર વાપસી, 'ગબ્બર'નો આ રેકોર્ડ તોડ્યો