IND vs BAN 1st Test Live Streaming: ODI શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ, ટીમ ઈન્ડિયા હવે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં પડકારશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બરથી ચિત્તાગોંગના જહૂર ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. જો કે, આ બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા નિયમિત કેપ્ટન રોહિત શર્મા વગર હશે. હિટમેનની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમનું નેતૃત્વ કરશે. જાણો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો.


IND vs BAN 1લી ટેસ્ટ: મેચની વિગતો


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે રમાશે?


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 14 ડિસેમ્બર બુધવારથી શરૂ થશે.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં રમાશે?


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચિત્તાગોંગના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે?


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે.


કઈ ચેનલ ભારતમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું પ્રસારણ કરશે?


આ મેચ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 1લી ટેસ્ટ મેચ ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે ક્યાં ઉપલબ્ધ હશે?


મેચ SonyLIV એપ અને વેબસાઈટ પર લાઈવ-સ્ટ્રીમ થશે.


ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 14 થી 18 ડિસેમ્બર દરમિયાન ચિત્તાગોંગમાં રમાશે. જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન ઢાકાના મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સિરીઝની મેચ રમાઈ હતી, જેમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.


ટેસ્ટ શ્રેણી મેચોનો સમય


ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. મેચની ટોસ સવારે 9 વાગ્યે થશે. નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સમયમાં 30 મિનિટનો તફાવત છે.


બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા - કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.