IND vs ENG T20 Stats: ભારત અને ઈંગ્લેન્ડ વર્ષ 2025માં પોતાની પ્રથમ શ્રેણી રમવા માટે તૈયાર છે. બંને ટીમોની પાંચ મેચની T20 સીરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ મુકાબલો કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેદાન પર છેલ્લી T20 મેચ વર્ષ 2022માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવ્યું હતું. T20માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી મેચ T20 વર્લ્ડ કપ 2024માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા 68 રનથી જીતી હતી.


ભારત vs ઈંગ્લેન્ડ: T20 માં હેડ-ટૂ-હેડ 


T20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને ઈંગ્લેન્ડ 24 વખત સામસામે આવી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયા 13 વખત અને ઈંગ્લેન્ડ 11 વખત જીત્યું છે. ભારતીય ટીમે એ હકીકતને પણ ધ્યાનમાં રાખવી પડશે કે અત્યાર સુધી તે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી T20 મેચમાં ઈંગ્લેન્ડને હરાવી શકી નથી. અત્યાર સુધી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઈડન ગાર્ડનમાં રમાયેલી બંને મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી છે. સીરીઝની વાત કરીએ તો બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 T20 સીરીઝ રમાઈ છે. તેમાંથી ભારત ચાર વખત અને ઈંગ્લેન્ડ ત્રણ વખત જીત્યું છે. એક શ્રેણી ડ્રોમાં રહી હતી. ભારત vs ઈંગ્લેન્ડ: ભારતે છેલ્લી 7 T20 મેચમાંથી 5 વખત જીત મેળવી છે. આંકડા દર્શાવે છે કે આ વખતે પણ ટીમ ઈન્ડિયા કોલકાતામાં વિજયી રહી શકે છે.


કોલકાતામાં T20 મેચોના આંકડા 


કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ઈન્ટરનેશનલ ટી20 મેચોની વાત કરીએ તો અત્યાર સુધીમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 5 વખત વિજેતા બની છે, જ્યારે લક્ષ્યાંકનો પીછો કરતી ટીમ 7 વખત જીતી છે. આ મેદાનમાં 200 રનનો આંકડો માત્ર એક જ વાર પાર કરી શકાયો છે, જે પાકિસ્તાને 2016માં બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. પાકિસ્તાનના 201 રનના રેકોર્ડને અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. ઈડન ગાર્ડન્સમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 186 રન છે, જે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.


ભારત સામેની પહેલી ટી20 માટે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. બેન ડકેટ અને ફિલ સૉલ્ટ ઇનિંગની શરૂઆત કરશે. કેપ્ટન જૉસ બટલર ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. 


ભારત સામેની પ્રથમ ટી20 માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન -  


ફિલ સૉલ્ટ, બેન ડકેટ, જૉસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જેકબ બેથેલ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટૉન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ અને ગુસ એટકિન્સન. 


Vaishnavi Sharma: 4 ઓવર, 5 રન, 5 વિકેટ... કોણ છે વૈષ્ણવી શર્મા જેણે U-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો