IND vs ENG, 2nd T20:  ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ શુક્રવાર, 9 જૂને એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. ભારતે આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. બીજી T20 ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 50 રને જીતી હતી. બીજી ટી20માં પંત માટે પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે. પંત, ઈશાન  અને કાર્તિક પૈકી માત્ર બે ખેલાડીઓને પ્લેઈંગ 11માં તક મળી શકે છે.


કોની વચ્ચે જામશે હરિફાઈ


મીડિલ ઓર્ડરમાં દીપક હુડા, સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી. હવે કોહલી, પંતની સાથે બુમરાહ, જાડેજા અને ઐયરનું પુનરાગમન થઈ રહ્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયામાં બદલાવ થશે તે નક્કી છે. ભારત કિશનને પડતો મૂકીને હુડા સાથે નવી ઓપનિંગ જોડી અજવાની શકે છે. જો કિશન ટીમ ઈન્ડિયામાં રહેશે તો સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડામાંથી કોને સ્થાન મળશે તેના પર નજર રહેશે.


કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટી-20 સીરિઝનું પ્રસારણ ભારતમાં સોની નેટવર્ક પરથી થશે. મોબાઈલ યૂઝર્સ સોની લિવ એપ પર મેચ જોઈ શકશે. જિયો ટીપી એપ પરથી પણ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે.


અર્શદીપની જગ્યાએ જસપ્રીત બુમરાહ









બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ટીમ ઇન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન), દીપક હુડ્ડા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ


ઇગ્લેન્ડની ટીમ


જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, મોઇન અલી, લિયામ લિવિંગસ્ટોન, હૈરી બ્રુક, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, મૈથ્યૂ પાર્કિસન, રીસ ટોપલે