IND vs ENG 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટ રમાઈ રહી છે. પહેલા દિવસે શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી, તે પહેલા યશસ્વી જયસ્વાલ (87) એ પણ સારી શરૂઆત આપી હતી પરંતુ તે પોતાની ઇનિંગ્સને સદીમાં ફેરવી શક્યો ન હતો. મેચ દરમિયાન, ઇંગ્લેન્ડના બોલર બ્રાઇડન કાર્સે ગિલને આઉટ કરવા માટે એક હલકુ કૃત્ય કર્યું હતું, પરંતુ ગિલે તેની બેઇમાની પકડી લીધી હતી.

ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની શરૂઆત સારી નહોતી, કેએલ રાહુલ 2 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, યશસ્વી જયસ્વાલ અને કરુણ નાયર વચ્ચે 80 રનની ભાગીદારી થઈ. ગિલ પહેલા સત્રમાં જ બેટિંગ કરવા આવ્યો હતો, બીજા સત્રમાં તેણે જયસ્વાલ સાથે મળીને ઇંગ્લેન્ડના બોલરોને બરાબરના ફટકાર્યા હતા. આ દરમિયાન, બ્રાઇડન કાર્સે  બેઇમાની કરી હતી.

બ્રાઇડન કાર્સે શું કર્યું

આ 34મી ઓવર છે, બ્રાઇડન કાર્સ બોલ ફેંકવા આવી રહ્યો હતો અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ રન-અપ દરમિયાન, તેણે ડાબી આંગળીથી બીજી દિશામાં ઇશારો કર્યો. આ કદાચ બેટ્સમેનનું ધ્યાન ભટકાવવા માટે હતું, તમને યાદ હશે કે આન્દ્રે રસેલે IPL 2014 માં શેન વોટસન સાથે આવું જ કંઈક કર્યું હતું.

 

જોકે, કેપ્ટન ગિલે કાર્સની આ બેઇમાની પકડી, તેણે બોલને રમ્યો નહીં અને બોલ ફેંકાતા પહેલા પાછળ હટી ગયો. ગુસ્સે ભરાયેલા ગિલે બોલરને  કંઈક કહ્યું પણ ખરા. વિડિઓમાં, તમે જોઈ શકો છો કે કાર્સે તેને આઉટ કરવા માટે કેવી રીતે સસ્તી યુક્તિનો આશરો લેવાનો પ્રયાસ કર્યો. વીડિયો સામે આવ્યા  બાદ ફેન્સ ભડક્યા હતા.

મેચની સ્થિતિ

શુભમન ગિલે પહેલા દિવસે પોતાની સદી પૂર્ણ કરી, આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 16મી અને 7મી ટેસ્ટ સદી છે. તે 114 રન બનાવ્યા પછી ક્રીઝ પર છે અને આજે બીજા દિવસે પોતાની ઇનિંગ ચાલુ રાખશે. રવિન્દ્ર જાડેજા 41 રનથી ઇનિંગ શરૂ કરશે. ભારતનો સ્કોર 310/5 છે.

પ્રથમ દિવસે, ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 2 વિકેટ લીધી, જેમાં કેએલ રાહુલ (2) અને નીતિશ કુમાર રેડ્ડી (1) ને આઉટ કર્યા. જયસ્વાલ (87) ને બેન સ્ટોક્સ દ્વારા આઉટ કરવામાં આવ્યો. ઋષભ પંત (25) ને શોએબ બશીર દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો.

લાઈવ સ્ટ્રીમિંગ, લાઈવ ટેલિકાસ્ટ વિગતો

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટનું લાઈવ સ્ટ્રીમિંગ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર અને જિયોહોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે. મેચ બપોરે 3:30 વાગ્યે ભારતીય સમયાનુસાર શરૂ થશે.