IND vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ત્રીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 215 રન બનાવ્યા હતા, ચેતેશ્વર પુજારા 91 અને કોહલી 45 રને રમતમાં હતા. ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ૩૫૪ રનની સરસાઈ બાદ ભારતીય બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં મક્કમ પ્રતિકાર કરતાં શ્રેણીની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટ મેચમાં રોમાંચક પરિણામની આશા જીવંત રાખી હતી.


ભારતના પ્રથમ ઈનિંગના ૭૮ના સ્કોર સામે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ ત્રીજા દિવસે ૪૩૨ રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે આ સાથે મેચમાં પકડ જમાવી હતી. જોકે ભારતીય બેટ્સમેનો બીજી ઈનિંગમાં અલગ જ મિજાજ સાથે બેટિંગમાં ઉતર્યા હતા. ચેતેશ્વર પુજારા (૯૧*) અને ઓપનર રોહિત શર્મા (૫૯)એ અડધી સદીઓ ફટકારતાં ભારતની સ્થિતિ મજબુત કરી હતી. ભારતે ત્રીજા દિવસની રમતના અંતે  બીજી ઈનિંગમાં ૮૦ ઓવરમાં બે વિકેટે ૨૧૫ રન કરી લેતાં ઈંગ્લેન્ડની સરસાઈ માત્ર ૧૩૯ રન જ રહી ગઈ હતી.


રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ટીમને મુશ્કેલીમાંથી ઉગારતાં સન્માનજનક સ્થિતિ તરફ આગળ ધપાવી હતી. રોહિત અને પૂજારાની જોડીએ ૮૨ રનની ભાગીદારી કરી હતી. રોહિતે ૧૫૬ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૫૯ રન નોંધાવ્યા હતા. તે રોબિન્સનની બોલિંગમાં લેગબિફોર વિકેટ આઉટ થયો હતો.  


પુજારાનો રેકોર્ડ


છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મને કારણે ટીકાકારોનું નિશાન બનેલા દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ જબરજસ્ત બેટીંગ કરતાં ફોર્મ મેળવ્યું હતુ. રોહિત સાથે મહત્વની ભાગીદારી નોંધાવ્યા બાદ તેણે કોહલીની સાથે મળીને ઈંગ્લેન્ડની જંગી સરસાઈને ઉતારવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. આ દરમિયાન તેણે કારકિર્દીની ૩૦મી અડધી સદી પણ પૂર્ણ કરી હતી. પુજારાએ અડધી સદી ફટકારવામાટે ૯૧ બોલ લીધા હતા પુજારાએ ફિફ્ટી ફટકારવાની સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે એશિયાની બહાર સૌથી ઝડપી ફિફ્ટી ફટકરી હતી.   કોહલીએ પણ ખુબ જ સંભાળપૂર્વક બેટીંગ કરતાં ૯૪ બોલમાં ૪૫ રન નોટઆઉટ રહેતા નોંધાવ્યા હતા.  


રોહિત શર્મા આઉટ થતાં જ ટીમ ઈન્ડિયાનો ફેન આવ્યો બેટિંગ કરવા ને પછી.....