નવી દિલ્હીઃ ભારત સામે સીરીઝ શરૂ થાય તે પહેલા જ ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેક ક્રાઉલીનું પ્રથમ ટેસ્ટમાં રમવાનુ નક્કી નથી. રિપોર્ટ પ્રમાણે જેક ક્રાઉલીના કાંડામાં ડ્રેસિંગ રૂમમાં પડી જવાથી ઇજા થઇ છે.

ડ્રેસિંગ રૂમમાં પડી જતાં કાંડાના ભાગમાં ઇજા થઇ હોવાથી હવે ઇંગ્લેન્ડનો આ સ્ટાર યુવા બેટ્સમેન પ્રથમ ટેસ્ટ માટે નક્કી નથી. જેક ક્રાઉલીનો સ્કેન રિપોર્ટ આવ્યા બાદ કોઇ ફેંસલો લેવામાં આવી શકે છે. જો સ્કેન રિપોર્ટમાં ફેક્ચર નીકળશે તો જેક ક્રાઉલી આખા ભારતીય પ્રવાસમાંથી બહાર થઇ શકે છે.

જેક ક્રાઉલી ભારત વિરુ્દ્ધ જો રમે છે તો તે નંબર ત્રણ પર મહત્વવની બેટિંગ પૉઝિશન સંભાળશે. રિપોર્ટ્સનુ માનીએ તો જેક ક્રાઉલીના કાંડામાં ઇજા થવાથી બુધવારે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ ન હતો લઇ શક્યો.

ખાસ વાત છે કે તાજેતરમાં જ પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં દમદાર પ્રદર્શન કરીને ચર્ચામાં આવ્યો હતો, પાકિસ્તાન વિરુદ્ધ તેને 267 રન વાળી ડબલ સદી ઇનિંગ રમી હતી. તેને પાકિસ્તાની બૉલરોને જબરદસ્ત ધૂલાઇ કરી હતી.

(પ્રતિકાત્મક તસવીર)