નોટિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે પણ વરસાદના કારણે રમત જલદી પુરી કરી દેવામાં આવી હતી. આજે મેચનો ચોથો અને નિર્ણાયક દિવસ છે.  વરસાદveના કારણે ત્રીજી દિવસની રમત પૂરી થયેલી જાહેર કરાઈ ત્યારે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે 25 રન બનાવ્યા હતા અને ભારતથી હજુ 70 રન પાછળ છે.


એન્ડરસને કુંબલેને રાખ્યો પાછળ


ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં ભારતના અનિલ કુમ્બલેને પાછળ રાખીને ત્રીજો ક્રમ હાંસલ કરી લીધો છે. મુરલીધરન ૮૦૦ વિકેટ સાથે ટોચ પર છે. જ્યારે વોર્નર ૭૦૮ વિકેટ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે એન્ડરસન ૬૨૦ વિકેટ સાથે છે. જ્યારે અનિલ કુમ્બલે ૬૧૯ વિકેટ સાથે ચોથા ક્રમે છે.




કેવી રહી ત્રીજા દિવસની રમત


ઈંગ્લેન્ડના 183 રનના જવાબમાં ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ હતી.એક તબક્કે ભારતે 150 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ જાડેજા અને પૂંછડીયા બેટ્સમેનોની સારી બેટિંગના કારણે મહત્વની લીડ લીધી હતી. ઓપનર રાહુલના ૮૪ રન તેમજ રવિન્દ્ર જાડેજાની ૫૬ રનની ઈનિંગને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગના સહારે ૯૫ રનની મહત્વની સરસાઈ હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડના ૧૮૩ના સ્કોર સામે ભારતે પ્રથમ ઈનિંગમાં ૮૪.૫ ઓવરમાં ૨૭૮ રન નોંધાવ્યા હતા. રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે ૨૫ રન કર્યા ત્યારે વરસાદે રમત અટકાવી હતી. 


જાડેજાની પણ સિદ્ધિ


રવિન્દ્ર જાડેજાએ કારકિર્દીની ૫૩મી ટેસ્ટમાં બે હજાર રન અને ૨૦૦ વિકેટની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સૌથી ઓછી ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવનારા ઓલરાઉન્ડર્સની યાદીમાં પાંચમા ક્રમે આવી ગયો છે. જેમાં બોથમ ૪૨ ટેસ્ટ સાથે પ્રથમ છે. જ્યારે કપિલ દેવ ૫૦ ટેસ્ટ સાથે બીજા. ઈમરાન પણ ૫૦ ટેસ્ટ સાથે તેની સાથે છે. જે પછી અશ્વિન (૫૧ ટેસ્ટ) અને જાડેજા સ્થાન ધરાવે છે.