IND vs ENG: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ પહેલા જ વૈભવ સૂર્યવંશી છવાયેલો છે, દુનિયાના દરેક દિગ્ગજ તેમને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં રમતો જોવા માંગે છે. ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રવિ શાસ્ત્રીથી લઈને સુનિલ ગાવસ્કર સુધી, દરેક વ્યક્તિ એવું માને છે કે હવે વૈભવને પ્લેઈંગ 11 માં સામેલ કરી લેવો જોઈએ. આના પર હવે કપિલ દેવે પોતાનો અભિપ્રાય આપ્યો છે, તેમણે કહ્યું કે ક્યાંક ઉતાવળ ન થઈ જાય એવું વિચારતા વિચારતા મોડું ન થઈ જાય.

Continues below advertisement

 

Continues below advertisement

વૈભવ સૂર્યવંશી જો ઈંગ્લેન્ડ સિરીઝની કોઈપણ મેચમાં રમે છે, તો તેઓ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનારા સૌથી યુવા ખેલાડી બની જશે. આશા હતી કે તેઓ આયર્લેન્ડમાં જ ડેબ્યૂ કરી લેશે, પરંતુ એવું ન થયું અને ઈંગ્લેન્ડ સામેની પહેલી T20 માં પણ તેમને જગ્યા ન મળી. કપિલ દેવના જણાવ્યા અનુસાર વૈભવ T20 ના હિસાબે શાનદાર અને ટેલેન્ટેડ છે, પરંતુ ટેસ્ટમાં તેમણે પોતાને સાબિત કરવા પડશે.

આ પણ વાંચો...IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

કપિલ દેવે શું કહ્યું

ભારતને 1983 માં પહેલો વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવે સ્પોર્ટ્સ તક પર કહ્યું, "જેટલું જોયું છે તેના પરથી કહીશ કે તેનામાં ઘણું ટેલેન્ટ છે. અત્યારે તેને થોડો સમય આપો, તેને એટલો મોટો ન બનાવો કારણ કે નાની ઉંમરનો જે હોય છે તેને સમજ હોતી નથી. પરંતુ જો તમે પ્રતિભાની વાત કરો છો તો તે એવો જ ટેલેન્ટેડ છે જેવા સચિન તેંડુલકર કે વિરાટ કોહલી હતા."

જો કે, પૂર્વ ભારતીય કેપ્ટને આગળ કહ્યું કે T20 માં ટેલેન્ટ દેખાઈ આવે છે પરંતુ બાકીના ફોર્મેટમાં તેણે પોતાને સાબિત કરવો પડશે. જે દિવસે તે ટેસ્ટ મેચ રમશે, શું તે 5 ઓવર મેડન રમી શકે છે."

'ક્યાંક મોડું ન થઈ જાય'

તેમણે આગળ કહ્યું, "આટલી નાની ઉંમરે આટલો પ્રભાવ પાડે, પૂરી દુનિયામાં 1 ટકા પણ લોકો નહીં મળે. આપણે સચિનની વાત કરીએ છીએ, જે આ જ ઉંમરે રમ્યા હતા. આપણે ત્યારે વિચારતા હતા કે ક્યાંક ખૂબ વહેલું તો નહીં થઈ જાય, પરંતુ તમે ઇતિહાસ જુઓ તો અહેસાસ થશે કે ક્યાંક મોડું ન થઈ જાય. જો તે તૈયાર છે તો પછી તેની ઉંમર ન જુઓ તેની ક્ષમતા જુઓ."