એમસીએ અધ્યક્ષ વિકાસ કકાટકરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝની મેચનુ આયોજનને લઇને સંચાલન પરિષદના અધ્યક્ષ મલિંદ નાર્વેકરની સાથે મળીને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને પર્યટન તથા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ક્રિકેટ સંસ્થાએ કહ્યું કે મુખ્યમંત્રીએ તેમને ખેલાડીઓ અને અધિકારીઓને લઇને તમામ પ્રકારની સાવધાનીઓ રાખવાનુ કહ્યું છે. એમસીએએ મદદ અને સૂચનો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ અને એમસીએના પૂર્વ અધ્યક્ષ શરદ પવારનો આભાર માન્યો છે.
પુણેમાં જ રમાશે વનડે સીરીઝ...
પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે મેચનુ સ્થળ વધતા કોરોનાના કારણે બદલાઇ શકે છે, પરંતુ હવે સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે પુણેમાં જ વનેડી સીરીઝની મેચનુ આયોજન થશે. વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દર્શકો વિના જ ખાલી સ્ટેડિયમમાં વનડે મેચો રમાશે.
પુણેમાં ડે-નાઇટ વનડે સીરીઝ....
23 માર્ચે, પહેલી વનડે
26 માર્ચે, બીજી વનડે
28 માર્ચે, ત્રીજી વનડે