IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સીરિઝનો ચોથો મુકાબલો ઓવલમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્માએ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 હજાર રન બનાવનારા ખેલાડીના લિસ્ટમાં સામેલ થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 11 હજાર રન પૂરા કરવામાં તે બીજા નંબરે પહોંચી ગયો છે. તેણે મેથ્યૂ હેડનનો રેકોર્ડ તોડ્યો હતો.


રોહિત શર્માએ 246  ઈનિંગમાં 11 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે મેથ્યૂ હેડને 11 હજાર રન પૂરા કરવામાં 251 ઈનિંગ લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઓછી ઈનિંગમાં 11 હજાર પૂરા કરવાનો રેક્રોડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 241 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.


ઓપનર તરીકે સૌછી ઈનિંગમાં 11 હજાર રન પૂરા કરનારા ટોપ-5 બેટ્સમેન



  • 241 ઈનિંગ – સચિંન તેંડુલકર – ભારત

  • 246 ઈનિંગ – રોહિત શર્મા – ભારત

  • 251 ઈનિંગ – મેથ્યૂ હેડન – ઓસ્ટ્રેલિયા

  • 258 ઈનિંગ – સુનીલ ગાવસ્કર – ભારત

  • 261 ઈનિંગ – ગ્રાડેન ગ્રીનિઝ – વેસ્ટ ઈન્ડિઝ


ભારતનો ચોથો ઓપનર


ભારત તરફથી ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે રોહિત શર્મા ચોથા નંબર પર છે. આ પહેલા સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ આ ઉપલ્ધી મેળવી ચુક્યા છે.  સેહવાગે ઓપનર તરીકે 16,119 રન બનાવ્યા છે, જ્યારે સચિને 15,335 રન અને ગાવસ્કરે 12,258 રન બનાવ્યા છે.






આ પહેલા રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 હજાર રન બનાવનારો ભારતનો આઠમો ખેલાડી બન્યો હતો. આ ખાસ ઉપલબ્ધિ બાદ તેનું નામ સચિન, દ્રવિડ, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોનીસ વીરેન્દ્ર સેહવાગ અને મોહમ્મદ અઝહરુદ્દીનના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.


રોહિત શર્માએ આ મામલે પૂર્વ કેપ્ટન ગાંગુલી અને અઝહરુદ્દીનને પાછળ રાખ્યા છે. ગાંગુલીએ 400, અઝહરુદ્દીને 434 ઈનિંગ લીધી હતી. જ્યારે રોહિતે 371મી ઈનિંગમાં આ સિદ્ધી મેળવી હતી,


રોહિત શર્માએ વર્ષ 2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. જોકે, રોહિત શર્માને તેની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં કોઈ સફળતા મળી ન હતી. પરંતુ 2013માં ઓપનર બન્યા બાદ રોહિત શર્માએ ક્યારેય પાછું વળીને જોયું નથી. રોહિત શર્માની ગણતરી વર્તમાન સમયના પાંચ શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે.


રોહિત શર્મા હાલમાં વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી બાદ શ્રેષ્ઠ બેટ્સમેન છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 227 વનડેમાં 49 ની સરેરાશથી 9205 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ 42 મેચમાં 46ની સરેરાશથી 2909 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 111 ટી 20 મેચમાં 2864 રન બનાવ્યા છે.