IND vs ENG T20 Series:  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પહેલો ટી20 મુકાબલો વરસાદના કારણે રદ થઈ ગયો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર અને અભિષેક શર્માએ હાફ સેન્ચુરી ફટકારેલી, જ્યારે શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. જો કે મેચનું કોઈ પરિણામ ન આવી શક્યું, પરંતુ કેટલાક ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન હજી પણ ચિંતાનો વિષય બનેલું છે. જેમાં સંજુ સેમસન, ઇશાન કિશન અને ઉપ-કેપ્ટન તિલક વર્મા સામેલ છે.

Continues below advertisement

 

સંજુ સેમસન માટે વધી મુશ્કેલીઓ

Continues below advertisement

સંજુ સેમસનનું બેટ યુકે (UK) પ્રવાસ પર અત્યાર સુધી શાંત રહ્યું છે. આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તો વળી ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી20 માં પણ તે જલ્દી આઉટ થઈ ગયો. સતત ખરાબ પ્રદર્શનના કારણે તેની જગ્યા પર સવાલો ઊભા થવા લાગ્યા છે. એવામાં જો આગામી મેચોમાં પણ તે રન નહીં બનાવી શકે તો ટીમ મેનેજમેન્ટ ફેરફાર કરવા પર વિચાર કરી શકે છે.

આ પણ વાંચો...શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...

ઇશાન કિશન પણ દબાણમાં

ICC ટી20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બનેલા ઇશાન કિશન માટે યુકે પ્રવાસ અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. આયર્લેન્ડ સામે તે માત્ર 1 અને 12 રન જ બનાવી શક્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી20 માં શૂન્ય રને આઉટ થઈ ગયો. સૌથી મોટી ચિંતા એ રહી કે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં તે બે વાર રનઆઉટ થયો છે. જો આગામી મુકાબલાઓમાં પણ તેનું પ્રદર્શન નહીં સુધરે તો તેની જગ્યા પણ જોખમમાં આવી શકે છે.

ઉપ-કેપ્ટન તિલક વર્માની ધીમી બેટિંગ બની ચિંતા

ભારતીય ટીમના ઉપ-કેપ્ટન તિલક વર્માએ યુકે પ્રવાસ પર રન જરૂર બનાવ્યા છે, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ સવાલોના ઘેરામાં છે. નંબર-5 પર બેટિંગ કરતા તેણે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 19 (21), 55 (46) અને 13 (13) રન બનાવ્યા છે. આ ક્રમ પર બેટ્સમેન પાસેથી ઝડપી રન બનાવવાની અપેક્ષા હોય છે, પરંતુ તિલક અત્યાર સુધી તે ભૂમિકામાં સંપૂર્ણ રીતે સફળ થઈ શક્યો નથી.

ટીમ ઇન્ડિયા પાસે શું વિકલ્પો છે?

ઇશાન કિશન અને તિલક વર્માને આ સીરીઝમાં હજી વધુ તકો મળવાની સંભાવના છે. જો કે જો તેમનું પ્રદર્શન સતત ખરાબ રહેશે તો ટીમ મેનેજમેન્ટ બદલાવ કરી શકે છે. બીજી તરફ સંજુ સેમસન માટે ખતરાની ઘંટડી સૌથી વધુ વાગી રહી હોય તેમ દેખાય છે. તેની જગ્યાએ વૈભવ સૂર્યવંશી ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. આ સિવાય, જો તિલક વર્માની જગ્યાએ ફેરફારની જરૂર પડી તો ટીમ મેનેજમેન્ટ રિંકુ સિંહ અથવા હાર્દિક પંડ્યા જેવા વિકલ્પો પર પણ વિચાર કરી શકે છે.