Hardik Pandya Bowled: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરીઝની પ્રથમ વનડે મેચ રમાઇ રહી છે, હૈદરાબાદના સ્ટેડિયમમાં આજે બન્ને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઇ રહ્યો છે, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, અને ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે, પરંતુ આ મેચમાં ભારતની ઇનિંગ દરમિયાન એક ઘટના ઘટી જેને લઇને ભારતીય ક્રિકેટ ફેન્સ નિરાશ થયા છે, અને સોશ્યલ મીડિયા પર જુદાજુદા રિએક્શન્સ આપી રહ્યાં છે.
હાર્દિક પંડ્યાને થર્ડ એમ્પાયરે આપ્યો ખોટો આઉટ -
આજની મેચમાં ટીમ ઇન્ડિયાના ઉપ કેપ્ટન બનેલા હાર્દિંક પંડ્યાની વિકેટને લઇને ફેન્સ નિરાશ છે. ખરેખરમાં, હાર્દિક પંડ્યાને આજે થર્ડ એમ્પાયર દ્વારા ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો.
આજે ભારતીય ટીમની ઇનિંગ દરમિયાને 40મી ઓવરનાં પાંચમા બૉલ પર જ્યારે કીવી બૉલર ડેરિલ મિશેલ બૉલ નાંખ્યો, તો તે સમયે હાર્દિક પંડ્યા ક્રિઝ પર રમી રહ્યો હતો, હાર્દિકે બૉલને ફટકો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બૉલ બેટને અડક્યા વિના સીધો કીવી વિકેટકીપર ટૉમ લાથમના હાથમાં ગયો, જોકે, આ ઘટનામાં થર્ડ એમ્પાયરે રિપ્લેમાં જોય છતાં હાર્દિક પંડ્યાને આઉટ જાહેર કરી દીધો હતો.
ખરેખરમાં, જ્યારે મિશેલનો બૉલ હાર્દિકના બેટને કે સ્ટમ્પને અકડ્યો જ નહતો, પરંતુ વિકેટકીપેરના ગ્લૉવ્ઝને અકડીને બેલ્સ નીચે પડી ગઇ હતી, આ સમયે થર્ડ એમ્પાયર અનંત પધ્મનાભને હાર્દિક પંડ્યાને આઉટ જાહેર કરી દીધો હતો, આ ઘટનાને લઇને હાર્દિક પણ પેવેલિયન જતી વખતે આ ખોટા ડિસીઝન પર નારાજ દેખાયો હતો, અને મનમાં કંઇક બોલી રહ્યો હતો. આનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જુઓ............
હાર્દિકે પ્રથમ વનડેમાં કીવી ટીમ વિરુદ્ધ 38 બૉલમાં 28 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા સામેલ હતા.