શોધખોળ કરો

IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત

IND vs NZ 1st ODI Highlights 2026: વડોદરામાં રમાયેલી રોમાંચક મેચમાં 301 રનનો ટાર્ગેટ ચેઝ થયો; હર્ષિત રાણા અને કેએલ રાહુલની જોડી ચમકી, ગિલની શાનદાર ફિફ્ટી.

IND vs NZ 1st ODI Highlights 2026: ટીમ ઈન્ડિયા (Team India) એ વર્ષ 2026 ની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. વડોદરાના મેદાન પર રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચ (1st ODI Match) માં ભારતીય ટીમે સંઘર્ષ બાદ 4 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ન્યુઝીલેન્ડે મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ વિરાટ કોહલીની ક્લાસિક ઈનિંગ અને અંતિમ ઓવરોમાં હર્ષિત રાણાની તોફાની બેટિંગે ભારતને જીત અપાવી હતી. જોકે, ચાહકો માટે થોડી નિરાશા એ રહી કે 'રન મશીન' વિરાટ કોહલી માત્ર 7 રન માટે તેની સદી ચૂકી ગયો હતો.

301 રનનો પીછો: રોહિત નિષ્ફળ, ગિલની મક્કમ બેટિંગ

ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 300 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. 301 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત થોડી ડામાડોળ રહી હતી. ટીમનો સ્કોર 39 રન હતો ત્યારે જ રોહિત શર્મા 29 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) બાજી સંભાળી હતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસની નિષ્ફળતાને પાછળ છોડીને ગિલે 71 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 56 રનની મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી હતી.

કોહલીનો 'વિરાટ' ખેલ અને વર્લ્ડ રેકોર્ડ

આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે 91 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા. ભલે તે સદી ચૂકી ગયો, પરંતુ તેણે આ ઈનિંગ દરમિયાન ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. વિરાટ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 28,000 રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે માત્ર 624 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે, જ્યારે સચિનને આ માટે 644 ઈનિંગ્સ લાગી હતી. આ ઉપરાંત તેણે સૌથી વધુ રન બનાવવાની યાદીમાં કુમાર સંગાકારાને પણ પછાડી દીધો છે.

ક્લાઈમેક્સ: જ્યારે મેચ ફસાઈ ત્યારે રાણા-રાહુલ આવ્યા કામ

એક સમયે ભારતનો સ્કોર 2 વિકેટે 234 હતો ત્યારે જીત આસાન લાગતી હતી. પરંતુ કોહલીના આઉટ થયા બાદ ધબડકો થયો અને મેચ રસાકસી ભરી બની ગઈ. ભારતને જીતવા માટે 66 બોલમાં 67 રનની જરૂર હતી અને વિકેટો પડી રહી હતી. તેવા સમયે હર્ષિત રાણાએ 23 બોલમાં 29 રનની આક્રમક ઈનિંગ રમીને દબાણ હળવું કર્યું. અંતે અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે (KL Rahul) બાજી સંભાળી લીધી અને 2 ચોગ્ગા તથા 1 સિક્સર મારીને ભારતને વર્ષ 2026 ની પહેલી જીત અપાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
Owaisi vs Himanta:
Owaisi vs Himanta: "તમે 2 રૂપિયાના ભિખારી છો..." મંચ પરથી સિક્કો ઉછાળી ઓવૈસીનો આસામ CM પર કર્યા આકરા પ્રહાર
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
Embed widget