IND vs NZ, 1st Test, Green Park: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 296 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 49 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 3 જાડેજા અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.


અશ્વિને કયા પાકિસ્તાની ખેલાડીનો તોડ્યો રેકોર્ડ


આ દરમિયાન અશ્વિને જેમિસનની વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. તેણે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર વસીમ અક્રમને પાછળ રાખ્યો હતો. અશ્વિને 80મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 14માં નંબર પર પહોંચી ગયો છે. આજની ઈનિંગમાં 3 વિકેટની સાથે અશ્વિવનની ટેસ્ટમાં 416 વિકેટ થઈ ગઈ છે અને બે વિકેટ લેવાની સાથે જ હરભજનનો રેકોર્ડ તોડી નાંખશે.


અશ્વિને કેટલી મેચમાં કર્યુ આ કારનામું


અશ્વિને 80 મેચમાં 416 વિકેટ લીધી છે, જ્યારે વસીમ અકરમે 104 મેચમાં 414 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લેવાનું કારનામું કરી ચુક્યો છે.


ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડી



  • અનિલ કુંબલેઃ 619 વિકેટ

  • કપિલ દેવઃ 434 વિકેટ

  • હરભજન સિંહઃ 417 વિકેટ

  • રવિચંદ્રન અશ્વિન: 416 વિકેટ