India vs New Zealand 2nd T20, Lucknow, Team India Playing XI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ ચાલી રહી છે, જેમાં પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાને 21 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. હવે બીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ છે કે, પ્રથમ ટી20માં બરાબરની ધૂલાઇ થયેલા અર્શદીપ સિંહને બહાર બેસાડવામાં આવી શકે છે, અને તેની જગ્યાએ ટીમમાં એક બેટ્સમેન એટલે કે આક્રમક બેટ્સમેન પૃથ્વી શૉને સામેલ કરવામા આવી શકે છે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટી20 મેચ આગામી રવિવારે એટલે કે 29 જાન્યુઆરીએ લખનઉમાં રમાશે. આ મેચ હાર્દિક એન્ડ કંપની માટે કરો યા મરો છે. આમાં જો ટીમ ઇન્ડિયાને હાર મળે છે, તો સીરીઝ પર કીવી ટીમનો કબજો જામી જશે, અને જો ટીમ ઇન્ડિયાને જીત મળે છે, તો સીરીઝની અંતિમ અને ત્રીજી અમદાવાદ ટી20 બન્ને માટે કરો યા મરો બની જશે. 


શું પૃથ્વી શૉને મળશે મોકો ?
બીજી ટી20માં કેપ્ટન હાર્દિક પંડ્યાની સામે મોટો સવાલ એ હશે કે શું પૃથ્વી શૉને મોકો આપવામાં આવે કે નહીં. ક્રિકેટ એક્સપર્ટ્સથી લઇને ફેન્સ પૃથ્વી શૉને ઇશાન કિશનની સાથે ઓપનિંગમાં ઉતારવાની માંગ કરી રહ્યાં છે. જોકે, પહેલી ટી20માં હાર્દિકે ગીલ પર વિશ્વાસ મુક્યો હતો પરંતુ ગીલ કંઇક ખાસ કરી શક્યો ન હતો. 


અર્શદીપને બહાર કરવાની માંગ - 
ક્રિકેટ ફેન્સ ટીમ ઇન્ડિયામાં અત્યારે બીજી ટી20માંથી ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને બહાર કરવાની માંગ કરી રહ્યાં છે. જો અર્શદીપ સિંહને બહાર કરવામાં આવે છે, તો ટીમમાં એક ખેલાડીની એન્ટ્રી થઇ શકે છે. જો બૉલર રાખવામાં આવશે તો યુજવેન્દ્ર ચહલ મોકો મળી શકવાની સંભાવના છે. 


શુભમને પણ બહાર કરવાની માંગ -
કેટલાક ક્રિકેટ ફેન્સ શુભમન ગીલને પણ બીજી ટી20માંથી બહાર કરવાની માંગ કરી રહ્યાં છે. જો શુભમન ગીલને બહાર કરવામાં આવશે તો પૃથ્વી શૉને મોકો મળી શકે છે. 


ગીલની 119.92ની સાથે ટી20માં સૌથી ખરાબ પાવરપ્લે સ્ટ્રાઇક રેટ છે. ટી20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી પોતાની ચાર ઇનિંગોમાં ગીલે ત્રણ સિંગલ ડિજીટનો સ્કૉર કર્યો છે. 
પૃથ્વી શૉની વાપસીથી ભારતીય ટીમ મજબૂત થશે. તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. શૉની ટી20 ઇન્ટરનેશનલમાં 152.34ની સ્ટ્રાઇક રેટ છે. જે ટીમ ઇન્ડિયામાં સર્વશ્રેષ્ઠ છે, સૂર્યકુમાર યાદવથી પણ આગળ. 


બીજી ટી20માં ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન- 
ઇશાન કિશન (વિકેટકીપર), શુભમન ગીલ/પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વૉશિંગટન સુંદર, દીપક હુડ્ડા, શિવમ માવી, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ/ યુજવેન્દ્ર ચહલ.