IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવવાની સાથે સીરિઝ જીતી હતી. ભારતની રનના હિસાબે આ સૌથી મોટી જીત હતી. ન્યૂઝીલેન્ડ સામે મળેલી શાનદાર જીત બાદ અશ્વિને કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. ફેન્સ અશ્વિનની ક્રિએટિવિટી જોઈને હેરાન રહી ગયા છે.


અશ્વિને એક તસવીર શેર કરી છે, જેમાં ન્યૂઝીલેન્ડના બે અને ભારતના બે ખેલાડી એક સાથે ઉભા છે. સૌથી રોચક વાત એ છે કે તસવીરોમાં ચારેય ખેલાડી એક જ સરનેમવાળા છે. અક્ષરની સાથે એજાઝ પટેલ છે તો રચિન રવિન્દ્રની સાથે જાડેજા છે. ચારેયને એક સાથે ઉભા રાખીને અશ્વિને ક્રિએટિવિટીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અશ્વિનની પોસ્ટ પર સતત કમેન્ટ કરી રહ્યા છે.


અશ્વિને સોશિયલ એપ કૂ પર તસવીરો પોસ્ટ કરીને લખ્યું, વિશ્વ ચેમ્પિયન્સ પર એક શ્રુંખલા જીત. વાનખેડેમાં હંમેશા ટેસ્ટ જીતીને ખૂબ સારું લાગે છે. મયંક અગ્રવાલની શાનદાર ઈનિંગ અને એજાઝ પટેલની શાનદાર બોલિંગ. રમતના માધ્યમથી તેમના સમર્થન માટે નોર્થ સ્ટેન્ડિંગ ગેંગનો વિશેષ આભાર. એટલું જ નહીં આઈસીસીએ પણ આ તસવીર શેર કરી છે.







ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી ઝડપી 300 વિકેટ લેનારા Top 6 બોલર્સમાં બે ભારતીય



  • 48 ટેસ્ટ, મુરલીધરન, શ્રીલંકા

  • 49 ટેસ્ટ, આર અશ્વિન, ભારત

  • 52 ટેસ્ટ, અનિલ કુંબલે, ભારત

  • 65 ટેસ્ટ, શેન વોર્ન, ઓસ્ટ્રેલિયા

  • 71 ટેસ્ટ, જેમ્સ એન્ડરસન, ઈંગ્લેન્ડ

  • 76 ટેસ્ટ, સ્ટુઅર્ટ બ્રોડ, ઈંગ્લેન્ડ


Test Cricket માં રનના હિસાબે ભારતની સૌથી મોટી જીત



  • ન્યૂઝીલેન્ડને મુંબઈમાં 327 રનથી આપી હાર (2021)

  • .સાઉથ આફ્રિકાને દિલ્હીમાં 337 રનથી હરાવ્યું (2015)

  • ન્યૂઝીલેન્ડને ઈન્દોરમાં 321 રનથી આપી હાર (2016)

  • ઓસ્ટ્રેલિયાને મોહાલીમાં 320 રનથી હરાવ્યું (2006)