India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે સીરીઝની ત્રીજી ટી20 મેચ રમાશે, પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી અને બાદમાં બે ઓવલમાં ભારતીય ટીમે 65 રનથી કીવી ટીમને હરાવી હતી, હવે આજની ટી20 પર ભારતની નજર રહેશે, કેમકે ભારતીય ટીમ આજે જીતીને સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે તો સામે ન્યૂઝીલેન્ડ ટીમ પણ એક મેચ જીતીને સીરીઝ ડ્રૉ કરીને આબરુ બચાવવા પ્રયાસ કરશે. 


આજની મેચ પણ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે, પરંતુ આજની મેચમાં કઇ ટીમમા શું ફેરફાર થશે, તેનુ અપડેટ સામે આવ્યુ છે, રિપોર્ટ છે કે આજે ભારતીય ટીમમાં એક ફેરફાર થઇ શકે છે, પરંતુ કીવી ટીમમાં કેપ્ટન બદલાશે, કારણ કે કેન વિલિયસન આજની મેચ નહીં રમે, તેની જગ્યાએ ટિમ સાઉથી કેપ્ટનશીપ કરશે, 


કેન વિલિયમ્સન ત્રીજી T20માંથી બહાર
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ત્રીજી T20માં ઉપલબ્ધ રહેશે નહીં. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આપી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, કેન વિલિયમ્સન ટી20 સિરીઝની ત્રીજી મેચ નહીં રમે. તેની મેડિકલ એપોઇન્ટમેન્ટ છે. આવી સ્થિતિમાં ટીમમાં તેની જગ્યાએ માર્ક ચેપમેનને સ્થાન આપવામાં આવ્યું છે. તે સોમવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં જોડાશે. કેન વિલિયમ્સન આ મેચમાંથી બહાર થયા બાદ કિવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ સંભાળશે.


ભારતીય ટીમમાં એક ફેરફાર 
ભારતીય ટીમમાં આજે કેપ્ટન હાર્દિક પંડ્યા એક મોટો ફેરફાર કરી શકે છે, રિપોર્ટ છે કે આજે ટીમમાં સંજૂ સેમસનની વાપસી થઇ શકે છે. પ્રથમ બે ટી20માં સંજૂ સેમસનને ન હતો સામેલ કરવામાં આવ્યો, બાદમાં સોશ્યલ મીડિયા પર ફેન્સે ટીમ ઇન્ડિયાની આકરી ઝટકણી કાઢી હતી, હવે ત્રીજી ટી20 સંજૂ સેમસનની વાપસી થઇ શકે છે. સંજૂ સેમસનને ટીમમાં દીપક હુડ્ડાની જગ્યા સામેલ કરવામાં આવી શકે છે. 


જાણો આજની મેચમાં બન્ને ટીમોની શું હોઇ શકે છે પ્લેઇઁગ ઇલેવન.... 


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ભારતીય ટીમ
ઇશાન કિશન, ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.


ન્યૂઝીલેન્ડ ટીમ
ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન મેક્સેવેલ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, એડમ મિલ્ન, લૉકૂ ફર્ગ્યૂસન.