India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ)ની વચ્ચે આજે ત્રણ મેચોની સીરીઝની અંતિમ અને ત્રીજી ટી20 મેચ રમાશે, ભારતીય ટીમ અગાઉની બેમાંથી એકમાંથી જીત હાંસલ કરીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી ચૂકી છે. આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની રહેશે, એકબાજુ ભારતીયી ટીમ જીત સાથે સીરીઝ સીરી કરવા પ્રયાસ કરશે, તો સામે કીવી ટીમ જીત સાથે સીરીઝમાં બરાબરી કરવા પ્રયાસ કરશે. પ્રથમ વેલિંગ્ટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, તો બીજી બે ઓવલ ટી20 ભારતીય ટીમે 65 રને જીતી લીધી હતી. 


ખાસ વાત છે કે હાલમાં ટી20 વર્લ્ડકપ 2022 પુરો થયો છે, અને બાદમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામા આવ્યો છે, અને હાર્દિક પંડ્યા કીવી ટીમ સામેની સીરીઝમાં ટીમની આગેવાની કરી રહ્યો છે. એક રીતે જોઇએ તો હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા પુરેપુરી રીતે લયમાં દેખાઇ રહી છે. બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય યૂનિટ જબરદસ્ત કામ કરી રહ્યાં છે. કીવી ટીમ પર ટીમ ઇન્ડિયા ચારેય બાજુથી ભારે પડી રહી છે. હવે જોવાનુ એ રહ્યું કે આજે કોણ જીતશે, કેવી છે નેપિયરની પીચ, કેટલો થશે સ્કૉર, જાણો અહીં...... 


કેટલો થશે સ્કૉર, શું કહે છે પીચ રિપોર્ટ - 
આજની મેચ બપોરે 12 વાગ્યાથી ડીડી સ્પૉર્ટ્સ પરથી લાઇવ જોઇ શકાશે, આ મેચ ત્રણ મેચોની ટી20 સીરીઝની અંતિમ મેચ છે, અને મેકલીન પાર્કના નેપિયર ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે જાણો આ પીચ કોણે વધુ મદદ કરી શકે છે.


નેપિયરની મેક્લિન પાર્કની પીચની વાત કરીએ તો બેટિંગ માટે આ પીચ ખુબ મદદગાર સાબિત થઇ શકે છે. અહીં અત્યાર સુધી ચાર કમ્પલેટ મચે રમાઇ છે. આમાં ચાર વાર 170+ રન બન્યા છે. અહીં સર્વોચ્ચ સ્કૉર 241 રનનો છે. આવામાં આજની મેચ પણ હાઇસ્કૉરિંગ જરૂર થઇ શકે છે. આજની મેચમાં રનોના ઢગલા થઇ શકે છે. જોકે આજે થોડોક વરસાદ પડી શકે એવી પુરેપુરી સંભાવના પણ છે. નેપિયરમાં આજે વાદળો છવાયેલા રહેશે. 






બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ભારતીય ટીમ
ઇશાન કિશન, ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.


ન્યૂઝીલેન્ડ ટીમ
ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન મેક્સેવેલ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, એડમ મિલ્ન, લૉકૂ ફર્ગ્યૂસન.