India wins Champions Trophy 2025: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ભારતે પાકિસ્તાનના ઘા પર મીઠુ નાખ્યું છે. આ મીઠું પણ એક વાર નહિ પણ ત્રણ વાર છાંટવામાં આવ્યું છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પાકિસ્તાનને ત્રણ દર્દ આપ્યા છે. ચાલો તમને જણાવીએ કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ત્યાંના ભૂતપૂર્વ ક્રિકેટરોને કેવો જવાબ આપ્યો છે જેઓ સતત તેના વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા.
સૌપ્રથમ, પાકિસ્તાન પાસેથી ડિફેન્ડિંગ ચેમ્પિયનનો તાજ છીનવાઈ ગયો છે. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કર્યો હતો પરંતુ સેમિફાઇનલ માટે પણ ક્વોલિફાય કરી શક્યું ન હતું. હવે ભારતે ફાઇનલમાં જીત મેળવીને તેના ઘા પર મીઠું ચોળ્યું છે. વર્ષ 2017માં પાકિસ્તાનની ટીમે ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ આ વખતે ભારતે ફાઇનલ જીતીને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
બીજું દર્દ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમ દુબઈ આવી અને ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. આ હાર બાદ જ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું હતું.
ત્રીજું દર્દ એ છે કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન કરી શક્યું નથી. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી ઘરઆંગણે યોજવા પર અડગ હતું. પરંતુ તેણે બીસીસીઆઈ સામે ઝુકવું પડ્યું અને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચો દુબઈમાં રમી અને આખરે ચેમ્પિયન બની. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેના બે સ્ટેડિયમ પર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેને પ્રદર્શનના નામે નિષ્ફળતા મળી.
નોંધનીય છે કે, ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજા વર્ષે ICC ટ્રોફી પર કબજો કરીને દુબઈમાં ત્રિરંગો લહેરાવ્યો છે. આ પહેલા ભારતીય ટીમે 2024માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. છેલ્લી ઓવરોમાં રોહિત શર્માના 76 રન, શ્રેયસ અય્યરના 48 રન અને હાર્દિક પંડ્યાના 18 રનની ઈનિંગે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો...