નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં રમ્યા બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે પહોંચી ચૂકી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ભારત સામેની ત્રણ મેચોની ટી20 સીરીઝ નહીં રમે, કેન વિલિયમસને અચાનક ટી20 સીરીઝ રમવાની ના પાડી દેતા ટીમમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, કેન વિલિયમસનનુ આવુ કરવા પાછળનુ કારણ એકદમ સિમ્પલ છે. કેન વિલિયમસને ભારત સામે ટી20 સીરીઝમાં નહીં રમવાનુ નક્કી કર્યુ છે કારણ કે તે આગામી બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવા પર પોતાનુ ફોકસ કરવા માગે છે. આ વાતની ખુદ ન્યૂઝીલેન્ડે પુષ્ટી કરી છે. તેની ગેરહાજરીમાં હવે ટી20 કિવી ટીમનુ નેતૃત્વ કરવાની જવાબદારી ફાસ્ટ બૉલર ટિમ સાઉદી સોંપવામાં આવી છે.
જયપુરમાં ન્યૂઝીલેન્ડનુ ટેસ્ટ પહેલાથી જ પહોંચી ચૂક્યુ છે, અને વિલિયમસન પણ આનો ભાગ હશે. આવામાં ટિમ સાઉદી ટીમની કમાન સંભાળી લેશે. કાઇલી જેમિસન, ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ અને મિશેલ સેન્ટનર ટી20 અને ટેસ્ટ સીરીઝ બન્ને માટે ઉપલબ્ધ રહેશે.
ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટી20 સ્ક્વૉડ -
ટૉડ એશ્લે, ટ્રેન્ટ બૉલ્ટ, માર્ક ચેપમેન, લૂક ફર્ગ્યૂસન, માર્ટિન ગપ્ટિલ, કાઇલી જેમિસન, એડમ મિલ્ને, ડેરેલ મિશેલ, જિમી નિશાન, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સેઇફર્ટ, ઇશ સોઢી, ટિમ સાઉદી.
ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સ્ક્વૉડ-
કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ બ્લેન્ડેલ, કાઇલી જેમિસન, ટૉમ લાથમ, ડેરેલ મિશેલ, હેનરી નિકોલ્સ, એઝાઝ પટેલ, ગ્લેન ફિલિપ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, વિલ સમરવિલ, ટિમ સાઉદી, રૉસ ટેલર, નીલ વેગનર, વિલ યંગ.
કઇ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝની મેચો સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકાશે, જેમાં Star Sports 1, Star Sports 1 HD, Star Sports 3 અને Star Sports 3 HD, and DD Sports પરથી મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ સાંજે 7 વાગ્યાથી થશે.
ન્યુઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ-
ટી20 સીરીઝ-
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા
ટેસ્ટ સીરીઝ-
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ
ન્યુઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.