IND vs NZ LIVE Score: ભારત બન્યું વિશ્વ વિજેતા! ન્યુઝીલેન્ડને હરાવી ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી મેદાન પર આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વિશ્વકપનો અંતિમ મુકાબલો. જાણો કોણ રચશે નવો ઇતિહાસ અને બંને ટીમોના અત્યાર સુધીના આંકડા.

Advertisement

gujarati.abplive.comLast Updated: 08 Mar 2026 10:45 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ T20 World Cup 2026 Final Live Score: આજે સાંજે અમદાવાદના પ્રતિષ્ઠિત અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી મેદાન ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વિશ્વકપ 2026 નો...More

IND vs NZ Final Live Score: ભારત બન્યું વિશ્વ વિજેતા! ન્યુઝીલેન્ડને હરાવી ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો, અભિષેક શર્માએ ઝડપી છેલ્લી વિકેટ

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને વિશ્વ વિજેતાનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ભારતે આ સાથે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે.




  • અભિષેક શર્માનો ડબલ રોલ: બેટિંગમાં ધમાકેદાર શરૂઆત કર્યા બાદ, કેપ્ટને અભિષેક શર્માને બોલિંગ સોંપી અને તેણે જ છેલ્લી વિકેટ ઝડપીને ભારતને જીત અપાવી હતી.




  • ભારતની ત્રીજી ટ્રોફી: 2007 અને 2024 બાદ હવે 2026 માં પણ ભારત T20 ફોર્મેટમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ બની છે.




  • અમદાવાદમાં વિજય ઉત્સવ: સ્ટેડિયમમાં હાજર લાખો દર્શકો અને આખું ભારત અત્યારે વિજયના જશ્નમાં ડૂબી ગયું છે. ભારતીય ખેલાડીઓએ મેદાન પર ત્રિરંગો લહેરાવીને આ જીતની ઉજવણી કરી હતી.



© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.