Ishan Kishan And Suryakumar Yadav Injury:  ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આવતીકાલે એટલે કે 22 ઓક્ટોબર, રવિવારના રોજ 2023 ODI વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરશે. આ મેચમાં કોઈપણ એક ટીમનો વિજયી રથ થંભી જશે. વાસ્તવમાં, ભારત અને ન્યુઝીલેન્ડ બંને આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એકપણ મેચ હાર્યા નથી. જો કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ મહત્વની મેચ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી ઘણી મુશ્કેલ બની રહી છે.


ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, માહિતી મળી છે કે સૂર્યકુમાર યાદવ ધર્મશાલામાં પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો છે. ઈશાન કિશન પણ મુશ્કેલીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂર્યકુમાર યાદવ ન્યૂઝીલેન્ડ સામેની મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વાસ્તવમાં સૂર્યકુમાર થ્રો ડાઉન દરમિયાન ઘાયલ થયો હતો. પછી હાથ પર પાટો બાંધીને પાછો ફર્યો હતો.


અહેવાલો અનુસાર, ઇશાન કિશન નેટમાં બેટિંગ કરતો હતો ત્યારે તેને મધમાખીએ ડંખ માર્યો હતો. આવી સ્થિતિમાં તે સંપૂર્ણ પ્રેક્ટિસ પણ કરી શક્યો નહીં. આ પહેલા રવિન્દ્ર જાડેજાની ઈજાના સમાચાર સામે આવ્યા હતા. હાર્દિક પંડ્યા પહેલાથી જ ઈજાગ્રસ્ત છે. ભારતીય ક્રિકેટ ટીમ 2003 થી ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે એક પણ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં, આ વખતે ભારતીય ક્રિકેટ ચાહકોને આશા છે કે આ વખતે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે, પરંતુ આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની સામે એક નવી મુશ્કેલી આવી ગઈ છે.


ભારતનો એકમાત્ર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. હાર્દિક ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. તેના ન રમી શકવાના કારણે ટીમ ઈન્ડિયાનું સંતુલન ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં જો સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન પણ રમી શકશે નહીં તો ભારત માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી મુશ્કેલ બની જશે.


રવિન્દ્ર જાડેજાની ઈજા કેટલી ગંભીર છે?


 BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર જાડેજાની ઈજા બહુ ગંભીર નથી. જો કે રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામે રમી શકશે નહીં તેવી શક્યતા ઘણી ઓછી છે. આથી ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકો માટે આ રાહતના સમાચાર છે.


હાર્દિકની જગ્યા કોણ લેશે ?
હાલમાં ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાના સ્થાને આર અશ્વિનનો ઓપ્શન હશે. અશ્વિન 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ઓપનિંગ મેચ રમવા આવ્યો હતો. જ્યાં તેણે એક વિકેટ ઝડપી હતી. આ સમયગાળા દરમિયાન અશ્વિનની બૉલિંગનો આંકડો 10-1-34-1 હતો. અશ્વિન પણ નીચલા ક્રમમાં બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં તે હાર્દિકની જગ્યા ભરી શકે છે. આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેણે બોલિંગમાં કુલ 5 વિકેટ લીધી છે. આ સાથે જ તેને ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 11 રન બનાવ્યા હતા.