Arshdeep Singh on Wikipedia: એશિયા કપ 2022ની સુપર 4 મેચમાં રવિવારે પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં એક રોમાંચક ટર્ન ઉપર ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીનો ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો. આ કેચ છોડ્યા બાદ અર્શદીપની ભારે ટીકા થઈ હતી. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર એક મોટો ફેરફાર જોવા મળ્યો અને ત્યાં 'ખાલિસ્તાની' સંગઠન સાથે અર્શદીપનું કનેક્શન જોડી દેવામાં આવ્યું હતું. 


પાકિસ્તાનના ISPR દ્વારા રચાયું ષડયંત્રઃ


આ દરમિયાન એક મીડિયા રિપોર્ટ્ અનુસાર અર્શદીપ સિંહનું નામ ખાલિસ્તાન સાથે જોડવા અંગે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિકેટર અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાનના ISPR દ્વારા અર્શદીપને ખાલિસ્તાની તરીકે બતાવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પંજાબમાં શીખ લોકોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે આવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે પાકિસ્તાન તરફથી પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ પરથી સેંકડો ખાલિસ્તાની ટ્વિટ કરવામાં આવી હતી.


ભારતની હાર થતાં અર્શદીપ ટ્રોલ થયો હતોઃ


મહત્વપૂર્ણ છે કે, અર્શદીપ સિંહે મેચની 18મી ઓવરમાં એક સરળ કેચ છોડ્યો હતો. આ માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો અર્શદીપને ખાલિસ્તાની કહી રહ્યા છે. તેના સમર્થનમાં હરભજન સિંહ સહિત અનેક હસ્તીઓ સામે આવી છે. અર્શદીપ યુવા ભારતીય બોલર છે.


મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને તેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત સુપર ફોરમાં આગામી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચ 6 સપ્ટેમ્બરે રમાશે. આ પછી 8 સપ્ટેમ્બરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. જો ભારતને એશિયા કપની ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે પોતાની બંને મેચ જીતવી પડશે.


આ પણ વાંચો...


Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?


Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ