India vs Pakistan: ટી20 વર્લ્ડકપ 2022ની મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની જીતનો જશ્ન દરેક લોકો મનાવી રહ્યાં છે, આ બધાની વચ્ચે એક ખાસ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પૂર્વ દિગ્ગજો જે હાલમાં કૉમેન્ટ્રી કરી રહ્યાં છે, તેઓ પણ શાનદાર રીતે ભારતની જીતને સ્ટેડિયમમાં જ વધાવતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયોમાં સ્ટાર ક્રિકેટર સુનીલ ગાવસ્કરથી લઇને ઇરફાન પઠાણ અને શ્રીકાંત જેવા કૉમેન્ટ્રી દરમિયાન નાચવા લાગ્યા હતા. આ તમામ લોકો સ્ટેડિયમમાં જ ભારતની જીતનો જશ્ન મનાવવા લાગ્યા હતા. ખાસ વાત છે કે આ તમામ લોકો હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ટી20 વર્લ્ડકપ માટે કૉમેન્ટ્રી કરી રહ્યાં છે.
ભારતની આ જીત બાદ તમામ દિગ્ગજોએ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા હતા, 2007માં રમાયેલા પહેલી ટી20 વર્લ્ડકપમાં ધોની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ટી20 ચેમ્પીયન બન્યુ હતુ, જોકે, ત્યારબાદ ક્યારેય ટ્રૉફી ઉઠાવવામાં સફળ નથી થયુ. જોકે આ વખતે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપમાં જીત સાથે અને પાકિસ્તાન સામે જીત સાથે શરૂઆત થતાં જ સ્ટેડિયમાં જ ફેન્સની સાથે પૂર્વ દિગ્ગજો, જેમાં સુનીલ ગાવસ્કર, ઇરફાન પઠાણ, શ્રીકાંત, યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને હરજભજન સિંહ નાંચીને ઝૂમી ઉઠ્યા હતા. આ વીડિયો હાલમાં સોશય્લ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
IND vs PAK: પાકિસ્તાનને હરાવ્યા બાદ ખુશ થયેલા કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધો
Rohit Sharma Lifted Virat Kohli: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચ પાકિસ્તાન સામે જીતીને શાનદાર શરુઆત કરી છે. એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ રોહિત શર્માએ મેદાન પર વિરાટ કોહલીને ઉંચકી લીધો હતો.
કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધો
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીની આ તોફાની બેટિંગ બાદ ભારતને મળેલી જીતથી કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ખુશ થઈ ગયો હતો. એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પોતાની મહત્વપૂર્વ બેટિંગ રણનીતિ સાથે ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતું. ત્યારે આ મેચના હીરો વિરાટને રોહિત શર્માએ ખભા પર ઉંચકી લીધો હતો. વિરાટ અને રોહિતની દોસ્તીને દર્શાવતી આ ક્ષણનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્ષણનો ફોટો અનુષ્કા શર્માએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.
નબળી શરૂઆત બાદ જીત્યું ભારત
160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો.