IND vs PAK Live: કોલંબોમાં સૂર્યકુમાર યાદવની સેનાએ પાકિસ્તાનને હરાવ્યું, ઇશાન કિશનનું શાનદાર પ્રદર્શન
T20 World Cup 2026 Match: આજની મેચ માટે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં (Playing XI) મોટા ફેરફારો જોવા મળી શકે છે.
LIVE

Background
IND vs PAK Live Score: T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) નો સૌથી રોમાંચક અને હાઈ વોલ્ટેજ મુકાબલો આજે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ગ્રાન્ડ ફિનાલે (Grand Finale) સમાન મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ સલમાન અલી આગાની પાકિસ્તાની ટીમ સામે ટકરાશે. બંને દેશો વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે ક્રિકેટના મેદાન પર બેટ અને બોલનો આ જંગ વિશ્વભરના ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભારતીય ટીમ આ મેચ જીતીને વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે મેદાને ઉતરશે.
ભારતીય ટીમનું સંભવિત સંયોજન અને રણનીતિ
આજની મેચ માટે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં (Playing XI) મોટા ફેરફારો જોવા મળી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સંકેત આપ્યો છે કે વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માની ટીમમાં વાપસી લગભગ નિશ્ચિત છે. પિચની સ્થિતિને જોતા ભારત 3 સ્પિનરો અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ રણનીતિ મુજબ ભારત માત્ર એક મુખ્ય ફાસ્ટ બોલરને રમાડશે, જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) બીજા ઝડપી બોલર તરીકેની જવાબદારી સંભાળશે. વોશિંગ્ટન સુંદરને પણ અંતિમ ઇલેવનમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતા છે.
આ ખેલાડીઓ પર રહેશે વિશ્વભરની નજર
ભારત પાકિસ્તાન મુકાબલામાં કેટલાક સ્ટાર ખેલાડીઓ ગેમ ચેન્જર (Game Changers) સાબિત થઈ શકે છે. ભારત તરફથી અભિષેક શર્માની આક્રમક બેટિંગ, જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન પર નજર રહેશે. બીજી તરફ, પાકિસ્તાન માટે બાબર આઝમ, સાહિબઝાદા ફરહાન અને અબરાર અહેમદ મહત્વના ખેલાડીઓ છે. આ એવા ખેલાડીઓ છે જે પોતાના દમ પર મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ડેથ ઓવરોમાં (Death Overs) બુમરાહની યોર્કર અને પાકિસ્તાની આક્રમણ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
પિચ રિપોર્ટ અને ટોસનું મહત્વ
કોલંબોનું આર. પ્રેમદાસા સ્ટેડિયમ (R. Premadasa Stadium) પરંપરાગત રીતે સ્પિનરોને મદદરૂપ થાય તેવી પિચ માટે જાણીતું છે. જોકે, વર્તમાન વાતાવરણને જોતા શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને સારો સ્વિંગ (Swing) મળી શકે છે. જસપ્રીત બુમરાહ અને શાહીન શાહ આફ્રિદી શરૂઆતમાં વિકેટ ઝડપીને વિરોધી ટીમ પર દબાણ લાવી શકે છે. જો કોઈ ટીમ પહેલા બેટિંગ કરીને 200 થી વધુ રનનો સ્કોર ખડકે છે, તો પીછો કરનારી ટીમ માટે મુશ્કેલી વધી શકે છે. પિચ પર બોલ ઘણો ટર્ન થવાની શક્યતા હોવાથી ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવો વ્યૂહાત્મક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
IND vs PAK Match Full Highlights: ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું
ભારતે T20 વર્લ્ડ કપમાં રેકોર્ડ આઠમી વખત પાકિસ્તાનને હરાવ્યું. શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી મેચ ભારતે 61 રનથી જીતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 175 રન બનાવ્યા. જવાબમાં, પાકિસ્તાન 18 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. આ જીત સાથે, ભારતીય ટીમ સુપર 8 માટે પણ ક્વોલિફાય થઈ ગઈ.
IND vs PAK Live Updates: પાકિસ્તાનનો સ્કોર 106-9
17 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 9 વિકેટે 106 રન છે. ભારતનો વિજય નિશ્ચિત છે. શાહીન આફ્રિદી 14 બોલમાં બે ચોગ્ગા સાથે 16 રન બનાવીને રમતમાં છે.




















