IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની વન ડે સીરિઝ રમાશે. પ્રથમ વન ડેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો છે. વિરાટ કોહલી પ્રથમ વાર કેપ્ટન પદ વગર રમી રહ્યો છે.
ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, વેંકટેશ ઐયર, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
મેચો કેટલા વાગ્યે શરૂ થશે?
તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા ટોસ થશે.
શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાની ચેનલો પર તમામ મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચો ડીડી સ્પોર્ટ્સ પર પણ જોઈ શકાશે.
ઓનલાઈન લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે?
ડિઝની + હોટસ્ટાર એપ પર ઓનલાઈન લાઈવ મેચ જોઈ શકાય છે પરંતુ આ માટે તમારે તેની એપ ડાઉનલોડ કરવી પડશે અને સબસ્ક્રાઈબ કરવું પડશે.
બંને ટીમોએ વન ડે સીરિઝ માટે જાહેર કરેલી ટીમ આ પ્રમાણે છે
ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, ઋષભ પંત, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, નવદીપ સૈની
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક,ઝુબેર હમઝા, માર્કો જેન્સન, જાનમન મલાન, સિસાંડા મગાલા, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, વેઈન પાર્નેલ, એન્ડીલે ફેહલુકવાયો , ડ્વેન પ્રિટોરિયસ , કાગીસો રબાડા , તબરેઝ શમ્સી , રાસી વેન ડેર ડુસેન , કાયલ વેરેન