IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ મેચમાંથી ત્રણ ડેબ્યુ છે. એક ડેબ્યૂ કેપ્ટનશિપમાં છે જ્યાં કેએલ રાહુલનું નામ છે. જ્યારે બાકીના બે ડેબ્યૂ ખેલાડીઓ ODI ફોર્મેટમાં છે. વેંકટેશ ઐયર ભારત માટે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિનિશર અને છઠ્ઠા બોલરની ભૂમિકામાં જોવા મળશે. 






ટેસ્ટમાં શાનદાર દેખાવ કરનારા આ બોલર્સે સાઉથ આફ્રિકાની ટીમમાં કર્યુ ડેબ્યૂ


માર્કો યાનસન દક્ષિણ આફ્રિકા માટે ડેબ્યૂ કરી રહ્યો છે. યાનસન એક ઓલરાઉન્ડર છે અને તેને કાગીસો રબાડાની બહાર થવા સાથે તક મળી. યાનસને પણ તાજેતરમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને ભારત સામેની ત્રણ ટેસ્ટમાં 19 વિકેટ લીધી હતી.


ભારતની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છેઃ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, વેંકટેશ ઐયર, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ




સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનઃ બાવુમા, ક્વિન્ટવાન ડી કોક, રેસી વેન ડેર ડુસેન, યેનેમન મલાન, ડેવિડ મિલર, એડન માર્કરામ, કેશવ મહારાજ, તબારીઝ શમ્સી, લુંગી એનગિડી, એન્ડિલ ફેહલુકવાયો, માર્કો યાનસન