IND vs SA, 2nd ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં બીજી વન ડે રમાઈ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેસલો કર્યો હતો. સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 278 રન બનાવ્યા હતા. માર્કરામે 89 બોલમાં 7 ફોર અને એક સિક્સની મદદથી 79 રન તથા હેન્ડ્રિક્સે 76 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા.  ડેવિડ મિલર 35 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ક્લાસને 30 અને મલાને 25 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી.


 ટીમ ઈન્ડિયામાં બે બદલાવ, એકનું ડેબ્યૂ


બીજી વન ડેમાં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રુતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત તરફથી આ મેચમાં શાહબાઝ અહમદે ડેબ્યૂ કર્યુ છે. તેણે ડેબ્યૂ મેચમાં મલાનને 25 રનના સ્કોર પર આઉટ કરી વન ડે કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. આ માટે તેણે ડીઆરએસ લીધો હતો. જેમાં બેટ્સમેન આઉટ હતો. વિકેટ મળવાની ખુશીમાં તે ઉછળી પડ્યો હતો.  


ભારતની પ્લેઇંગ ઇલેવન


શિખર ધવન, શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન




બ્યૂ મેચમાં વિકેટ લેતાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યો Shahbaz Ahmed


ભારત તરફથી આ મેચમાં શાહબાઝ અહમદે ડેબ્યૂ કર્યુ છે. તેણે ડેબ્યૂ મેચમાં મલાનને 25 રનના સ્કોર પર આઉટ કરી વન ડે કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. આ માટે તેણે ડીઆરએસ લીધો હતો. જેમાં બેટ્સમેન આઉટ હતો. વિકેટ મળવાની ખુશીમાં તે ઉછળી પડ્યો હતો. શાહબાઝ અહેમદે વર્ષ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 16 મેચમાં કુલ 219 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 121 હતો. તેણે 4 વિકેટ પણ લીધી હતી.


ઘરેલું મેચોમાં શાહબાઝનું પ્રદર્શન


27 વર્ષીય શાહબાઝે 19 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન તેણે એક સદી અને આઠ અડધી સદી સહિત 1103 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 62 વિકેટ પણ લીધી છે. શાહબાઝે અત્યાર સુધીમાં 56 T20 મેચ રમી છે, જેમાં તેણે 512 રન બનાવ્યા છે અને 39 વિકેટ લીધી છે. તેનો લિસ્ટ-એ ક્રિકેટમાં પણ શાનદાર રેકોર્ડ છે. તેણે 27 મેચમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 662 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે બોલિંગ દરમિયાન 24 વિકેટ પણ લીધી છે.