Ind vs sa 2nd t20: દક્ષિણ આફ્રિકાએ બીજી T20I મેચમાં ભારતને 51 રનથી હરાવ્યું. આ સાથે દક્ષિણ આફ્રિકા પાંચ મેચની T20I શ્રેણીમાં 1-1 ની બરાબરી પર છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 213 રન બનાવ્યા. જવાબમાં, ટીમ ઇન્ડિયા નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 162 રન જ બનાવી શકી.
214 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી કારણ કે શુભમન ગિલ ગોલ્ડન ડક પર આઉટ થયો. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. તે 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. માર્કો જાનસેને અભિષેક શર્માને આઉટ કર્યો. અભિષેક 17 રન બનાવી શક્યો હતો.
કોચ ગંભીરની મોટી ભૂલ
ફક્ત ટોપ ઓર્ડર કન્ફર્મ છે, બાકીનો બેટિંગ ઓર્ડર અનિશ્ચિત છે. કોચ ગૌતમ ગંભીરની નીતિ ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ યોજનાઓ પર વિપરીત અસર કરતી હોય તેવું લાગે છે. અત્યાર સુધી, T20I ટીમમાં નંબર-3 સ્થાન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની આસપાસ ફરતું હતું. પરંતુ બીજી T20 માં, અક્ષર પટેલને ત્રીજા સ્થાને બઢતી આપવામાં આવી. ટીમ ઈન્ડિયાને વિસ્ફોટક બેટિંગની જરૂર હતી ત્યારે પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા. પરિણામે, ભારતીય ટીમ માટે જરૂરી રન રેટ વધતો રહ્યો.
તિલક વર્મા એકલો શું કરી શકે?
તિલક વર્મા એકલા શું કરી શકે? એક છેડેથી વિકેટ પડતી રહી, પરંતુ તિલક વર્મા દક્ષિણ આફ્રિકાના બોલરો સામે દિવાલની જેમ અડગ રહ્યો. તેણે 34 બોલમાં 62 રન બનાવ્યા. તિલક અંતિમ ઓવર સુધી મેદાનમાં રહ્યો.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતનું બેટિંગ પ્રદર્શન નબળું રહ્યું અને ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ફ્લોપ રહ્યા. શુભમન ગિલ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. આ દરમિયાન અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ થોડી જ વારમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી.
ભારત માટે, ફક્ત તિલક વર્માએ સારી બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તિલક છેલ્લો બેટ્સમેન હતો જે આઉટ થયો. ભારત માટે તિલક વર્માએ 34 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. જીતેશ શર્માએ 27, અક્ષર પટેલે 21, હાર્દિક પંડ્યાએ 20 અને અભિષેક શર્માએ 17 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા માટે, બાર્ટમેને ચાર વિકેટ લીધી, જ્યારે લુંગી એનગીડી, માર્કો જાનસેન અને લુથો સિપામ્લાએ બે-બે વિકેટ લીધી.