IND vs SA, 3rd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો છે, કારણ કે જો ઋષભ પંતની ટીમ આ મેચ હારી જશે તો તે શ્રેણી ગુમાવશે. આવો જાણીએ કે આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ટીમ ઈન્ડિયાની પ્રથમ બે T20માં હાર
ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20 સાત વિકેટે અને કટકમાં રમાયેલા બીજી ટી20 4 વિકેટથી હારી હતી. આવી સ્થિતિમાં હવે સિરીઝમાં ટકી રહેવા માટે યજમાન ટીમે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.
પંત મોટા ફેરફારો કરી શકે છે
કેપ્ટન ઋષભ પંત ત્રીજી T20માં ઘણા મોટા ફેરફાર કરી શકે છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ટી20માં માત્ર 23 રન અને બીજી મેચમાં એક રન બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં ત્રીજી અને મહત્વપૂર્ણ મેચમાં તેમના સ્થાને વેંકટેશ અય્યર ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ સિવાય બોલિંગમાં ફાસ્ટ બોલર અવેશ ખાન અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને બહારનો રસ્તો બતાવી શકાય છે.
અક્ષર પટેલની જગ્યાએ લેગ સ્પિનર રવિ બિશ્નોઈને તક મળી શકે છે. બીજી તરફ સ્પીડસ્ટાર ઉમરાન મલિકને અવેશની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જોકે, અર્શદીપ સિંહ પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાનો હકદાર છે.
ત્રીજી T20I માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન- ઈશાન કિશન, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક અને યુઝવેંદ્ર ચહલ
T20 સીરીઝનો કાર્યક્રમઃ
પહેલી મેચ - 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી, સાઉથ આફ્રિકાની 7 વિકેટથી જીત
બીજી મેચ - 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક, સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત
ત્રીજી મેચ - 14 જૂન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ચોથી મેચ - 17 જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ
પાંચમી મેચ - 19 જૂન, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
સાઉથ આફ્રિક સામે ટી-20 સીરિઝની જાહેર થયેલી ભારતીય ટીમ
સીરિઝ શરૂ થવા પહેલા ભારતનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ટુર્નામેંટમાથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિષભ પંતને જવાબદારી સોંપવામાં આવી છે.
ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન. દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ટી-20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
બાવુમા (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિચ ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્ટ્જે, વેઇન પાર્નેલ, ડ્વેન પ્રેટોરિયસ, કાગિસો રબાડા, તબરાઇઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રોસી વાન ડેર ડુસન અને માર્કો જેન્સન