IND vs SA T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાઈ રહેલી ટી20 સિરીઝની બીજી T20 મેચ આજે રવિવારે ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે (Team India) અહીં પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે અને ટીમના બેટ્સમેન શાનદાર બેટિંગ કરી રહ્યા છે. જો કે, ટીમ ઈન્ડિયાની ઈનિંગની 8મી ઓવર ચાલી રહી હતી ત્યારે અચાનક મેચ રોકવી પડી હતી કારણ કે, મેદાનમાં એક સાપ (Snake) આવી પહોંચ્યો હતો. 


ક્રિકેટ ફેન નહી પણ સાપ મેદાનમાં પહોંચ્યોઃ


આપણે જાણીએ છીએ કે, ઘણી વખત ટેકનિકલ ખામીના કારણે કે મેદાનમાં કોઈ ક્રિકેટ ફેન્સ ઘુસી જવાના કારણે ક્રિકેટ મેચ અટકાવવામાં આવતી હોય છે. પરંતુ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં સાપ મેદાનમાં આવી ચઢ્યો હતો અને મેચ રોકવી પડી હતી. મેદાનમાં સાપી આવી જવાના કારણે રમત બંધ કરવી પડી હોય તેવું પહેલીવાર સાંભળવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના 8મી ઓવરમાં બની હતી અને આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલ (KL Rahul) ક્રિઝ પર હતા. 






વીડિયો થયો વાયરલઃ


સાપ મેદાનમાં આવી જતાં બધા ચોંકી ગયા હતા અને સાવધાન થઈ ગયા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ દોડી આવ્યો હતો અને સાપને પકડીને બહાર કાઢ્યો હતો. લગભગ 10 મિનિટ સુધી રમત રોકવામાં આવી હતી, ત્યારબાદ મેચ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.