IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA T20 World Cup 2026: 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: કેપ્ટન સૂર્યકુમાર યાદવે USA ના બોલરની કરી ધુલાઈ; સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડી સૌરભ નેત્રાવલકર બન્યો T20 વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોંઘો બોલર.

IND vs USA T20 World Cup 2026: મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 'ટી20 વર્લ્ડ કપ 2026' (T20 World Cup 2026) ની મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) માત્ર યુએસએ (USA) ને હરાવ્યું નથી, પરંતુ અમેરિકન બોલર સૌરભ નેત્રાવલકરના નામે એક એવો 'શરમજનક રેકોર્ડ' (Shameful Record) લખાવી દીધો છે, જે તેને આખી જિંદગી યાદ રહેશે. સૂર્યાની આક્રમક બેટિંગ સામે સૌરભ નેત્રાવલકરે એટલા રન લૂંટાવ્યા કે તેણે શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યાનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મેચમાં સૌરભ નેત્રાવલકરે શરૂઆતમાં ઠીકઠાક બોલિંગ કરી હતી. તેણે પોતાની પ્રથમ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા, જે ટી20 ફોર્મેટ મુજબ સામાન્ય ગણી શકાય. પરંતુ ત્યાર બાદ સૂર્યાનું તોફાન આવ્યું. સૌરભની ત્રીજી ઓવરમાં સૂર્યાએ આક્રમક વલણ અપનાવતા 21 રન ઝૂડી કાઢ્યા, જેથી તેનો આંકડો 3 ઓવરમાં 44 રન પર પહોંચી ગયો હતો.
ઇનિંગ્સની છેલ્લી ઓવર ફરી સૌરભને આપવામાં આવી હતી, જેમાં તેની સામે વિશ્વનો નંબર વન ટી20 બેટ્સમેન અને 'મિસ્ટર 360' સૂર્યકુમાર યાદવ સ્ટ્રાઈક પર હતો. સૂર્યાએ આ ઓવરમાં દયા દાખવ્યા વગર 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ફરીથી 21 રન ફટકાર્યા હતા. આ સાથે સૌરભે પોતાના 4 ઓવરના ક્વોટામાં કુલ 65 રન આપી દીધા હતા.
આ 65 રન સાથે સૌરભ નેત્રાવલકર હવે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં એક જ ઇનિંગ્સમાં 'સૌથી વધુ રન આપનાર બોલર' (Most Expensive Bowler) બની ગયો છે. અગાઉ આ અનિચ્છનીય રેકોર્ડ શ્રીલંકાના સનથ જયસૂર્યાના (Sanath Jayasuriya) નામે હતો. જયસૂર્યાએ 2007 ના પહેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.
આજે 19 વર્ષ બાદ ભારતીય મૂળના જ અમેરિકન બોલરે આ રેકોર્ડ તોડ્યો છે. આ યાદીમાં હવે સૌરભ નેત્રાવલકર (65 રન) પ્રથમ ક્રમે, સનથ જયસૂર્યા (64 રન) બીજા ક્રમે અને બાંગ્લાદેશના મશરફે મોર્તઝા (63 રન, 2014) ત્રીજા ક્રમે આવી ગયા છે. સ્ટુઅર્ટ બ્રોડ પણ 2007 માં યુવરાજ સિંહના છ છગ્ગાને કારણે 60 રન આપી ચૂક્યો છે.
જોકે, ટીમ ઈન્ડિયા માટે આ જીત છતાં 'ખતરાની ઘંટડી' (Warning Bell) વાગી છે. ભલે ભારતે મેચ જીતી લીધી હોય અને સૂર્યાએ 84 રન ફટકાર્યા હોય, પરંતુ ટીમનું બાકીનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. સૂર્યા સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન અમેરિકન બોલરો સામે ટકી શક્યો નહોતો.
બીજો હાઈએસ્ટ સ્કોર તિલક વર્માનો હતો, જેણે માત્ર 25 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા હતા. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમો સામે આ પ્રકારનું 'બેટિંગ કોલેપ્સ' (Batting Collapse) ભારતને ભારે પડી શકે છે, તેથી મધ્યમ ક્રમે સુધારો કરવો અત્યંત જરૂરી છે.




















