India Vs West Indies 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન શિખર ધવને 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝને જીતવા  માટે 309 રનની જરૂર છે.


શુભમન ગિલ અને શિખર ધવનની જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શુભમન ગિલે ઝડપી બેટિંગ કરીને માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, ગિલ 64 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન બન્યા બાદ શિખર ધવન પાસે સદી ફટકારવાની શ્રેષ્ઠ તક હતી. પરંતુ ધવન 97 રન બનાવીને આઉટ થયો હતો.


ત્રીજા નંબરે આવેલા શ્રેયસ અય્યરે પણ સારી બેટિંગ કરી હતી. અય્યરે 25મી ઇનિંગ્સમાં જ પોતાની ODI કારકિર્દીની 10મી અડધી સદી પૂરી કરી હતી. આ સાથે શ્રેયસ અય્યરે વનડે ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કર્યા. અય્યરે 54 રનની ઇનિંગ રમી હતી.


હુડ્ડાએ શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી



અય્યરના આઉટ થયા બાદ ભારતીય ટીમની સ્થિતિ સારી નહોતી. સૂર્યકુમાર યાદવ 13 રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસન પણ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને તેણે માત્ર 12 રનની ઇનિંગ રમી હતી.


જોકે, દીપક હુડ્ડાએ અક્ષર પટેલ સાથે મળીને છેલ્લી ઓવરોમાં ભારતની ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. દીપક હુડ્ડાએ 27 રન બનાવ્યા હતા. તેને અક્ષર પટેલનો સારો સાથ મળ્યો અને તેણે 21 રનની ઇનિંગ રમી. આ બંનેની મદદથી ભારત 50 ઓવરમાં રન બનાવવામાં સફળ રહ્યું.


વેસ્ટ ઈન્ડિઝના બોલરો શરૂઆતમાં સારી બોલિંગ નહોતી કરી. જોકે વેસ્ટ ઈન્ડિઝના સ્પિનરોએ સારી બોલિંગ કરી હતી. મોતીએ બે જ્યારે અકીલ હુસૈને એક વિકેટ લીધી હતી. શેફર્ડ પણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.